રૂ. 151 કરોડની બિડ રદ્દ થતાં હાઈકોર્ટમાં AMC સામે પિટીશન

| Updated: September 10, 2021 7:53 am

અમદાવાદના સિંધુભવન રોડ પર રૂ. 151 કરોડની કિંમત ધરાવતા પ્લોટની બિડ રદ થતા કંપનીએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે. આ મામલે કોર્ટે કોર્પોરેશનને નોટિસ પાઠવી વધુ સુનાવણી 14મી સપ્ટેમ્બરે નિયત કરી છે. 8060 ચોરસમીટરના આ પ્લોટની નક્કી કરેલી બેઝપ્રાઇઝ કરતા 24.85 લાખ વધુની જ બિડ કિંમત અપેક્ષા પ્રમાણેની ન હોવાનું કારણ આપી કોર્પોરેશન દ્વારા બિડ રદ્દ કરાઇ છે.

અમદાવાદના વિકસીત ગણાતા વિસ્તાર સિંધુભવન રોડ પર આવેલા 8060 ચોરસમીટરના એક પ્લોટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા બિડ મંગાવવામાં આવી હતી. જેની બેઝ પ્રાઇઝ 1,88,000 રૂપિયા પ્રતિ ચોરસમીટર નક્કી કરવામાં આવી. આ બેઝ પ્રાઈસ સામે એક ખાનગી કંપનીએ તેની કિંમત 1,88,૩૦૦ રૂપિયા પ્રતિ ચોરસમીટરની બિડ આપતા તે રદ્દ થઈ હતી. બિડના ભાવ પ્રમાણે પ્લોટની કિંમત 151.76 કરોડ થતી હતી.

આ બિડમાં બેઝપ્રાઇઝ કરતા 24.85 લાખ રૂપિયા જ વધુ મળી રહ્યા હોવાનું કારણ દર્શાવી કોર્પોરેશને બિડ રદ કરી હતી. કોર્પોરેશનના નિર્ણય સામે કંપનીએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે કે બેઝપ્રાઇઝ કરતા એક રૂપિયો પણ વધુની પણ બિડ આવે તો સોદો નક્કી ગણાય. જેથી તેમની બિડ માન્ય રહેવી જોઇએ. આ મામલે વધુ સુનાવણી 14મી સપ્ટેમ્બરે થશે.

Your email address will not be published. Required fields are marked *