ચાંદલોડિયાના યુવકની પત્નીના ફોટા પર બિભત્સ લખાણ લખી 6 ફેસબુક આઇડી ફોટા વાઇરલ કર્યા

| Updated: April 4, 2022 8:03 pm

પતિને મોકલ્યા બાદ તેમના પરિવારના સભ્યોને પણ આવા ફોટા મોકલ્યા હતા, સાઇબર ક્રાઇમે તપાસ હાથ ધરી


ચાંદલોડિયામાં રહેતા અને એક પ્રાઇવેટ કંપનીની ડાયરેકટની પત્નીના ફોટા પર બિભત્સ લખાણ સાથેના ફોટા અને લખાણ વાઇરલ થયું હતુ. આ લખાણ અજાણ્યા છ આઇડી પરથી મુકવામાં આવતું હતુ. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

ચાંદલોડિયા વિસ્તારમાં 33 વર્ષીય યુવક તેની પત્ની સાથે રહે છે. યુવક એક પ્રાઇવેટ કંપનીમાં ડાયરેકટર છે. આ કંપની પ્રોડક્શન અને સેલિંગનું કામ કરે છે. યુવક અને તેમની દિકરી ફેસબુકનો ઉપયોગ કરે છે. ગત 17 નવેમ્બર 2021ના રોજ ફેસબુક પર જીયા નામની એક આઇડી પર યુવકની પત્ની વિષે બિભત્સ લખાણ લખ્યું હતુ. તેના પછી અલગ અલગ પાંચ ફેસબુક આઇડી પરથી આવા બિભત્સ મેસેજ આવવા લાગ્યા હતા. આ અંગે સાબઇર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બાદમાં આ આઇડીઓ પોતાની ઓળખ છુપાવી અલગ અલગ લખાણ પત્નીના ફોટા સાથે બનાવ્યું હતુ. આ બિભત્સ લખાણ સાથેના ફોટા યુવકના અને સબંધીઓના ફેસબુક આઇડી પર પોસ્ટ કરવા લાગ્યો હતો. આમ આ છ આઇડી વારંવાર પરેશાન કરતી હતી. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. પોલીસે ફેસબુક પાસેથી તેમની વિગતો મંગાવી વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.