પીએમ 12મી જાન્યુ,એ તમિલનાડુમાં 11 મેડિકલ કોલેજ અને સેન્ટ્રલ ઇન્સ્ટિ,ઑફ ક્લાસિકલ તમિલના કેમ્પસનું ઉદ્ઘાટન

| Updated: January 10, 2022 4:36 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી pm inauguration સમગ્ર તમિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજો અને ચેન્નાઈમાં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલના નવા કેમ્પસનું 12મી જાન્યુઆરી, 2022ના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે.

આશરે રૂ. 4000 કરોડના અંદાજિત ખર્ચે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી રહી છે, જેમાંથી આશરે રૂ. 2145 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા અને બાકીની રકમ તમિલનાડુ સરકાર pm inauguration દ્વારા આપવામાં આવી છે.

જે જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી રહી છે તેમાં વિરુધુનગર, નમક્કલ, ધ નીલગિરિસ, તિરુપુર, તિરુવલ્લુર, નાગપટ્ટિનમ, ડિંડીગુલ, કલ્લાકુરિચી, અરિયાલુર, રામનાથપુરમ અને કૃષ્ણાગિરીનો સમાવેશ થાય છે. આ મેડિકલ કોલેજોની સ્થાપના દેશના તમામ ભાગોમાં પોષણક્ષમ તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આરોગ્ય માળખામાં સુધારો કરવાના પ્રધાનમંત્રીના સતત પ્રયાસોને અનુરૂપ છે.

આ પણ વાંચો : કાશી વિશ્વનાથ ધામમાં હવે ખુલ્લા પગે કર્મચારીઓને નહીં કરવી પડે ડ્યુટી, દિલ્હીથી ખાસ શણના ચંપલ મોકલાયા

નવું કેમ્પસ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે અને તે રૂ. 24 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. CICT, જે અત્યાર સુધી ભાડાના મકાનમાં કાર્યરત હતું, તે હવે નવા 3 માળના કેમ્પસમાં pm inauguration કાર્યરત થશે. નવું કેમ્પસ એક વિશાળ પુસ્તકાલય, ઈ-લાઈબ્રેરી, સેમિનાર હોલ અને મલ્ટીમીડિયા હોલથી સજ્જ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા, CICT તમિલ ભાષાની પ્રાચીનતા અને વિશિષ્ટતા સ્થાપિત કરવા સંશોધન પ્રવૃત્તિઓ કરીને શાસ્ત્રીય તમિલના પ્રચારમાં pm inauguration યોગદાન આપી રહી છે. સંસ્થાના પુસ્તકાલયમાં 45,000 થી વધુ પ્રાચીન તમિલ પુસ્તકોનો સમૃદ્ધ સંગ્રહ છે.

શાસ્ત્રીય તમિલને pm inauguration પ્રોત્સાહન આપવા અને તેના વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે, સંસ્થા સેમિનાર અને તાલીમ કાર્યક્રમો યોજવા, ફેલોશિપ આપવા વગેરે જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેનો હેતુ વિવિધ ભારતીય તેમજ 100 વિદેશી ભાષાઓમાં ‘થિરુક્કુરલ’ નો અનુવાદ અને પ્રકાશિત કરવાનો પણ છે.

નવું કેમ્પસ વિશ્વભરમાં શાસ્ત્રીય તમિલને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં સંસ્થાને કાર્યક્ષમ વાતાવરણ પૂરું પાડશે.

Your email address will not be published.