PM Jacinda Ardern’s Wedding: કોરોનાને લઇ ન્યૂઝીલેન્ડના PM જેસિન્ડા અર્ડર્ને રદ્દ કર્યા પોતાના લગ્ન, લોકોના દિલ જીતી લીધા

| Updated: January 23, 2022 5:15 pm

ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કહ્યું કે, દેશમાં હજારો લોકોની જિંદગી પર ઓમિક્રોને ખરાબ અસર પાડી હોય તેવું જોવા મળી રહ્યું છે આ સાથે તેઓ જણાવે છે કે સૌથી ખરાબ છે કે મહામારી દરમિયાન તે લોકોથી દૂર રહેવું પડે છે જે લોકોને તમે સૌથી વધુ પ્રેમ કરો છો તેનાથી જ દુર રહેવાનો વારો આવ્યો છે.

ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કોરોનાને કારણે પોતાના લગ્ન કેન્સલ કરી દીધા છે અને તેને લઇને તેમણે પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી છે અને પ્રકારના પરિદ્રશ્યમાં ફસાનાર કોઈપણ વ્યક્તિ માટે ખેદ જોવા મળે છે અને તેની સાથે તમને કહી દઇએ અર્ડર્ને પોતાના લગ્નની તારીખનો ખુલાસો કર્યો ન હતો.\

અને તેની સાથે જો વાત કરવામાં આવે તેમને પત્રકારોએ જ્યારે તેમને લગ્નને રદ્દ કરવાનો નિર્ણય પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અર્ડર્ને જવાબ આપ્યો- જીવન આવું જ છે.તેની સાથે તેઓ જણાવે છે કે ન્યૂઝીલેન્ડના હજારો અન્ય લોકોએ મહામારીથી ખુબ વિનાશકારી પ્રભાવનો અનુભવ કરી રહ્યા છે અને સૌથી વધુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કોઈ આપણું ગંભીર રૂપથી બીમાર જોવા મળે છે.સૌથી વધુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કોઈ આપણું ગંભીર રૂપથી બીમાર થાય અને તે પણ નજીક હોય તે.


ન્યૂઝીલેન્ડમાં કોરોનાના વધતાં કહેરને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ કારણે પ્રધાનમંત્રી જેસિંડા અર્ડને તેમના લગ્ન પણ રદ્દ કર્યા છે. ધ ગાર્ડિયન અખબારે પીએમ અડર્નના હવાલાથી તેમના રિપોર્ટમાં કહ્યું કે, ઓમિક્રોનને ન્યૂઝીલેન્ડમાં કહેર મચાવ્યો છે અને કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. તેથી દેશને હાઈલ લેવલ રિસ્ટ્રીક્શન પર રાખવામાં આવશે અને તેની સાથે પ્રધાનમંત્રી અડર્ને, ઓમિક્રોનના પ્રકોપને જોતા ક્લાર્ક ગેફોર્ડ સાથે થનારા લગ્ન પણ રદ્દ કરી દીધા છે.


આ લગ્ન આગામી સપ્તાહે ગિસ્બોર્નમાં થવાની વાત સામે આવી હતી અને તેમણે એમ પણ કહ્યું, અમે કોરોનાનો પ્રસાર અટકાવવા શક્ય તમામ પગલાં લેવામાં આવશે અને તેની સાથે ઓકલેન્ડમાં ઓમિક્રોનના નવા મામલા સામે આવ્યા છે. રવિવારે મધરાતથી દેશને રેડ એલર્ટમાં મૂકાશે.

ન્યૂઝીલેન્ડમાં અનેક નવા નિયમો કોરોનાને લઇને લાદવામાં આવ્યા છે અને તેને લઇને ન્યૂઝીલેન્ડના ઉત્તરથી લઈને દક્ષિણ દ્વીપોમાં ફેલાયેલા કોરોના સંક્રમણને જોતા રવિવારે મધ્ય રાત્રીથી કોવિડ ગાઇડલાઇન કડક કરવામાં આવી છે. લોકો માટે માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે અને તેની સાથે જો વાત કરવામાં આવે કાર્યક્રમમાં સામેલ થનાર લોકોની સંખ્યા પણ ઘટાડી દેવાઇ છે.લોકો કોરોના કારણે ધરની બહાર કામ વગર નિકળે નહી તેવી સરકાર દ્વારા વિંનતી કરવામાં આવી રહી છે.આમ છતા અમૂક જનતા નિયમો તોડી રહી છે.

ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇનડોર હોસ્પિટાલિટી સેટિંગ્સ જેમ બાર અને રેસ્ટોરન્ટ અને લગ્ન જેવા આયોજનોમાં 100 લોકો સુધી સીમિત કરી દેવાશે અને તેની સાથે આર્ડર્ને કહ્યું કે, જો વેન્યૂ વેક્સીન પાસનો ઉપયોગ કરી રહ્યાં નથી તો તેની સાથે મર્યાદા 25 લોકો સુધી ઘટાડી દેવામાં આવી છે.

Your email address will not be published.