જી -20 શિખર સંમેલન: અફઘાનિસ્તાનમાંના પડકારોનો સાથે મળીને સામનો કરવા વડાપ્રધાન મોદીની હાકલ

| Updated: October 13, 2021 5:07 pm

વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓ સામેલ છે તેવી, હાલના અધ્યક્ષ ઇટાલીના વડા પ્રધાન મારિઓ દ્રાગી દ્વારા બોલાવવામાં આવેલ G-20 સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધતા, ભારતીય વડાપ્રધાને અફઘાનિસ્તાનની પરિસ્થિતિમાં ઇચ્છિત ફેરફારો લાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે મળીને પ્રયાસ કરવાની હાકલ કરીને કહ્યું હતું કે “દરેક ભારતીય અફઘાન લોકોની પીડા અનુભવે છે”

વિદેશ મંત્રાલય (MEA) એ માહિતી આપી હતી કે નરેન્દ્ર મોદીએ અફઘાન નાગરિકોને “તાત્કાલિક અને નિરાવરોધ ” માનવતાવાદી સહાયની સાથે સાથે મહિલાઓ અને લઘુમતીઓના વહીવટીતંત્રમાં સમાવેશની જરૂરિયાત પર જોર આપ્યું હતું.

તેમણે ખાસ એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાનની ભૂમિ પ્રાદેશિક અથવા વૈશ્વિક સ્તરે કટ્ટરવાદ અને આતંકવાદનો સ્ત્રોત ન બનવો જોઈએ.

મોદીએ ટ્વિટ કર્યું. “અફઘાનિસ્તાનની પરિસ્થિતિ સુધારવા માટે UNSC ઠરાવ 2593 પર આધારિત સંયુક્ત આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ જરૂરી છે.” યુએનએસસીના ભારતના નેતૃત્વ હેઠળ અપનાવવામાં આવેલો ઠરાવ 2593 અફઘાનિસ્તાનમાં માનવાધિકારોને જાળવવાની જરૂરિયાત વિશે વાત કરે છે અને માંગણી કરે છે કે અફઘાન ભૂમિનો ઉપયોગ આતંકવાદ માટે ન થવો જોઈએ તેમ જ કોઈ પણ કટોકટી માટે વાટાઘાટો દ્વારા રાજકીય સમાધાન શોધવાની હિમાયત કરે છે.

Your email address will not be published. Required fields are marked *