પીએમ મોદીએ જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી ભાવસભર ટવિટ કર્યું

| Updated: April 19, 2022 4:12 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે જામનગર પહોંચ્યા ત્યારે પીએમ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ પીએમ મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા, ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. એરફોર્સથી પીએમ મોદી સીધા જ પાયલોટ બંગલે પહોંચી જામરાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ જામનગર સર્કિટ હાઉસમાં જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે ભાવસભર મુલાકાત કર્યા બાદ એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે. એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશાં મળ્યો છે એવા જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો.

Your email address will not be published.