મોદીની અપીલઃ કોર્ટની કાર્યવાહી સ્થાનિક ભાષામાં થાય

| Updated: April 30, 2022 4:35 pm

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલા સમારંભમાં અપીલ કરી હતી કે કોર્ટની કાર્યવાહી સ્થાનિક ભાષામાં અને લોકોને સમજણે પડે તેરીતે થવી જોઈએ. આપણા અદાલતોમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવુ જોઈએ. તેના લીધે સામાન્ય નાગરિકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ મજબૂત થશે.

વડાપ્રધાને નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે મુખ્યપ્રધાનો અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે 2015માં અમે લગભગ એવા 1500 કાયદા ઓળખી કાઢ્યા જે અપ્રુસ્તત બની ગયા હતા અને તેમાથી 1,450 કાયદા નાબૂદ કર્યા. પણ રાજ્યો આ દિશામાં વિશેષ પ્રગતિ કરી શક્યા નથી. તેઓએ ફક્ત 75 કાયદા જ નાબૂદ કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્Jધાનો અને ન્યાયાધીશોની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દેશમાં કાયદાકીય શિક્ષણ આંતરરાષ્ટ્રીય ધોરણો સમકક્ષ હોય તેની ખાતરી કરવી તે અમારી જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે અમૃતકાલમાં આપણું વિઝન એવી ન્યાયપ્રણાલિ માટે હોવું જોઈએ, જ્યાં ન્યાય સરળતાથી, ઝડપથી અને બધા માટે ઉપલબ્ધ હોય.

આ જ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ એમવી રામનાએ જણાવ્યું હતું કે આપણે લક્ષ્મણરેખાનું ધ્યાન રાખવુ જોઈએ. શાસન કાયદા મુજબ કે નિયમો મુજબ ચાલતુ હોય તો ન્યાયતંત્ર ક્યારેય માર્ગમાં નહી આવે. તેથી જો નગરપાલિકો અને ગ્રામ પંચાયતો તેમની ફરજો બજાવે, પોલીસ યોગ્ય રીતે ફરજ બજાવે તથા ગેરકાયદેસર કસ્ટડીનો ત્રાસ અટકે તો લોકોને કોર્ટમાં જવાની જરૂર જ ન પડે.

તેમણે વડાપ્રધાનની હાજરીમાં જણાવ્યું હતું કે વિવિધ સરકારો દ્વારા વર્ષો સુધી કોર્ટના નિર્ણયોનો અમલ થતો નથી. ન્યાયિક ઘોષણાઓ છતાં ઇરાદાપૂર્વક નિષ્ક્રિયતા બતાવવામાં આવે છે, જે દેશ માટે સારી બાબત નથી. પણ પોલિસી બનાવવાનું અમારુ અધિકાર ક્ષેત્ર નથી. જો કોઈ નાગરિક તેની ફરિયાદ લઈને અમારી પાસે આવે તો કોર્ટ તેને ના પાડી શકે નહી.

તેમણે ઉમેર્યુ હતું કે કોઈપણ પ્રકારનો કાયદો ઘડવામાં આવે તો તેમા સંલગ્ન લોકોને હિસ્સેદાર બનાવવા જોઈએ, તેમની આકાંક્ષાઓ અને અપેક્ષાઓનું તેમા પ્રતિબિંબ પડવું જોઈએ. તેના અંગે પૂરેપૂરી ચર્ચા થવી જોઈએ. તેના પછી જ કાયદો બનાવવો જોઈએ. આના લીધે ઘણી વાર અધિકારીઓની બિનકાર્યક્ષમતા અને વિધાનસભાઓની નિષ્ક્રીયતા કાયદાકીય કાર્યવાહી તરફ દોરી જાય છે તે બાબતને ટાળી શકાય છે.

Your email address will not be published.