પોલીસ ગ્રેડ પે આંદોલનકારી રાહુલ રાવળની અટકાયત, કસ્ટડીમાં અનશન ચાલુ

| Updated: May 9, 2022 6:25 pm

ગ્રેડ પે આંદોલનકારી રાહુલ રાવળની નારોલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. રાહુલ રાવળ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમરણાંત ઉપવાસ કરવાની લેખિત પરવાનગી માંગી હતી જેમાં 8મી એ એ ઉપવાસ ઉપર ઉતરેએ અગાઉ સ્થાનિક પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. તેની સામે ફરિયાદ દાખલ કરી સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો હોવાની માહિતી તેના પરિવારે જાહેર કરી છે.

ઓક્ટોબર માહિનામાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે મુદ્દે પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવેલ આંદોલનનો નિવેડો લાવવા માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગે એક સમિતિ બનાવીને આ મુદ્દે નિર્ણય લેવાનું જાહેર કર્યું હતું. સમિતિ સરકારને બે મહિનામાં કોન્સ્ટેબલ્યુરી સંવર્ગના કર્મચારીઓના ગ્રેડ પે તથા અન્ય લાભો માટેનો અહેવાલ સરકારને આપવાનો ઠરાવ સરકારના ગૃહ વિભાગે કર્યો હતો. પરંતુ હવે સરકાર દ્વારા નિર્ણય ન લેવામાં આવતા આંદોલનની માંગણીઓને લઈને રાહુલ રાવળ અને પોલીસ કર્મી- પરિવારના 200 જેટલા લોકો આમરણાંત ઉપવાસ બેસસે એવી લેખિત પરમીશન ગાંધીનગર સેક્ટર 11 મામલતદાર પાસે કરી હતી.

8મી થી શરૂ થતાં આંદોલન કે તેની પરમીશનના નિર્ણય પહેલા જ પોલીસે રાહુલ રાવળની અટકાયત કરી દીધી હતી અને તેને નારોલ પોલીસ મથકે લઈ ગયા હતા.

રાહુલ રાવળના ભાઈ નિતેશ રાવળે જણાવ્યુ કે, 6 તારીખથી પોલીસે મને બોલાવ્યો હતો અને જ્યારે 7મી એ રાહુલ આવ્યો ત્યારે પોલીસે તેને બોલાવ્યો અને તેને એરેસ્ટ કર્યા વગર બેસાડી રાખ્યો અને અરજીનો નિકાલ કરવા જવાબ આપી દેવા જણાવ્યુ. ગઈ કાલે તેની સામે 3.30 વાગે ફરિયાદ દાખલ કરી અને એ દરમિયાન કોઈ કારણ વગર તેને બેસાડી રાખ્યો હતો. ગઈકાલથી ઉપવાસ ચાલુ કરી દીધા હતા. તેને આજે સવારે સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. મારી સાથે પોલીસે મને રૂબરૂમાં વાત કરાવી હતી અને તેને સમજાવવા કહયુ હતું પરંતુ રાહુલ ભાઈ અનશન ચાલુ રાખવાનું કહે છે. હું કાલે હું મારા માતાને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરને મળવા જઈશું. તેમણે જણાવ્યુ કે મારા મત મુજબ કાલે કોઈ પણ અઘટિત ઘટના થશે રાહુલ ભાઈ સાથે તો તેની જવાબદારી સરકારની રહેશે.

Your email address will not be published.