વડોદરા સેન્ટ્રલ જેલનો પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં ધૂર્ત પકડાતા પોલીસે કરી ધરપકડ

| Updated: January 12, 2022 10:33 am

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં કેટલીક જગ્યાઓ પર ખુલ્લેઆમ દારુ વેચાતો જોવા મળે છે. ત્યારે કેટલીકવાર દારુડીયાઓને પકડતી પોલીસ જ નશામાં ધૂર્ત થઇને ફરતી જોવા મળે છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો હતો. જેમાં વડોદરા સેન્ટ્રલ જેલના ગેટ પાસે નશામાં ધૂર્ત કોન્સ્ટેબલથી કંટાળીને જેલરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા સેન્ટ્રલ જેલના જેલર સી.જે.ગોહિલે ગઈકાલે રાવપુરા પોલીસને ફોન પર જાણ કરી હતી કે સેન્ટ્રલ જેલના ગેટ પાસે એક પોલીસકર્મી દારૂ પી રહ્યો છે. જેથી રાવપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

સત્તાવાર ગણવેશમાં એક વ્યક્તિ નશામાં લાવારા કરતો જોવા મળ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી તેનું નામ નરેશ શામજીભાઈ રાઠોડ (રહે. સ્ટાફ કવાર્ટર, સેન્ટ્રલ જેલ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. નરેશ રાઠોડ વડોદરા મધ્યસ્થ જેલમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

રાવપુરા પોલીસે તેની ધરપકડ કરી હતી, પોલીસે જેલ કોન્સ્ટેબલ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *