પોલીસ ગ્રેડ પે મામલે પોલીસ પરિવારની મહિલાઓ ફરી મેદાનમાં

| Updated: January 7, 2022 3:11 pm

પોલીસ ગ્રેડ પે મામલે ફરી એકવાર પોલીસ પરિવારની મહિલાઓ મેદાનમાં આવી ગઇ છે. આજે બપોરના સુમારે ગાંધીનગર પોલીસ કર્વાર્ટસ ખાતે પોલીસ પરિવારની મહિલાઓ એકઠી થઇ ગઇ હતી, જો કે મહિલાઓ સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલાં જ પોલીસ કાફલો આવી ગયો હતો અને મહિલાઓને અટકાવી દીધી હતી. પોલીસે બળજબરી પુર્વક મહિલાઓને પકડીને અટકાયત કરી હતી. તે દરમ્યાન પોલીસ અને મહિલાઓ વચ્ચે ઝપા-ઝપી પણ થઇ હતી. પોલીસ પરિવારની મહિલાઓએ રાજયના તમામ પોલીસ પરિવારની મહિલા અને પરિવારજનોને ગ્રેડપે મુદ્દે આગળ આવી લડત આપવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 27 ઓકટોમ્બર પહેલા ત્રણ દિવસ સુધી ચાલેલા પોલીસ ગ્રેડપેના આંદોલનમાં સરકાર સાથે પોલીસ પરિવારની બેઠક બાદ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકાર સાથે વાતચીત બાદ 15 જેટલી માંગોની યાદી સોંપવામાં આવી હતી. તેમજ તે સમય પૂરતું આ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હોવાની વાત પોલીસ પરિવારના સભ્યે મીડિયા સમક્ષ કરી હતી.

આગામી આંદોલન દરમ્યાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસનો પરિવાર મારો પરિવાર છે. જેમ મારા પરિવારને મળુ છું એમ એમને પણ મળીશ. અને તેમની ગ્રેડ પેની માંગને ધ્યાનમાં રાખી વિચારણા કરીશું.

Your email address will not be published.