બનાસકાંઠા જિલ્લામાં પોલીસના માનવતાના દર્શન થયા છે. આજે બિન સચિવાલય યોજાયેલી પરીક્ષામાં એક વિકલાંગ યુવકને પોલીસે ઉચકીને પરીક્ષા રૂમમાં બેસાડ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ કર્મીનો માનવતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સોશિયલ મીડિયામાં અભિનંદનની વર્ષા જોવા મળી રહી છે.
આજે સમગ્ર ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપવા ઉમેદવારો આવ્યા હતા, જેમાં ડીસા ખાતે પણ બિન સચિવાલય પરીક્ષા યોજાઇ હતી.
ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વિકલાંગ યુવક બિન સચિવાલય પરીક્ષા આપવા આવેલ તેને ડીસાના પોલીસ કર્મી હરેશ માળી પરીક્ષા આપવા આવેલા વિકલાંગ યુવકને ઉચકીને પરીક્ષા રૂમમાં બેસાડ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પોલીસ કર્મી હરેશ માળીની માનવતાથી સોશિયલ મીડિયામાં અભિનંદનની વર્ષા જોવા મળી રહી છે અને પોલીસના માનવતાના દર્શન થયા છે.