હીનાના હત્યારા સચિન દિક્ષિતને લઈ પોલીસ બોપલ પહોંચી

| Updated: October 12, 2021 4:23 pm

વડોદરામાં લીવ-ઇન પાર્ટનર હીનાની હત્યા કરીને લાશને ફિલ્મી ઢબે છુપાવનાર સચિન દિક્ષિતને આજે પોલીસ બોપલ લઈ ગઈ હતી. હીનાથી થયેલા પુત્ર શિવાંશને બોપલમાં જ્યાં રાખવામાં આવતો હતો ત્યાં પોલીસે સચિનની પૂછપરછ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન પહેલાં ગાંધીનગરથી વડોદરા પહોંચ્યો હતો. વડોદરામાં તેણે હીનાની હત્યા કરી અને બાળકને લઈને ગાંધીનગર આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સચિન હીનાને અગાઉ બોપલ ઘુમા ખાતેના મકાનમાં રાખતો હતો.

આજે સચિનને લઈને ગાંધીનગર પોલીસનો કાફલો બોપલ તેમના ઘરે ગયો હતો અને પૂછપરછ કરી હતી. ત્યાં પણ પોલીસને સચિને સહકાર ન આપ્યો અને નાટકો કર્યા હતા. અત્યારે પણ તે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે,
આજે આખો દિવસ સચિનની અમદાવાદ ખાતે જ તપાસ અને પૂછપરછ હાથ ધરાશે. તેને આજે વડોદરા લઈ જવાનો હતો પણ હવે તેને આવતીકાલે વડોદરા તપાસ માટે લઈ જવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *