ખંભાળિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રામાં સાંસદ પૂનમ માડમે કરી ઘોડે સવારી

| Updated: April 13, 2022 2:50 pm

જામનગરના સાંસદ પૂનમ માડમ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પૂનમ માડમ ખંભાળિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા દરમ્યાન ઘોડાની સવારી કરતી જોવા મળી હતી.

જામનગરના સાંસદ પૂનમ માડમ હમેશા ચર્ચામાં રહે છે. ગઈ કાલે જામનગરમાં સાંસદે આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા દરમ્યાન સ્કૂટર ચાલવ્યું હતું, તો આજે ખંભાળિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા દરમ્યાન ઘોડે સવારી કરતા નજરે પડયા છે. સમગ્ર રાજ્યમાં ભાજપ યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અનુસંધાને દેવભૂમિ દ્વારકામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા યોજાઈ હતી જેમાં યુવા મોરચાના યુવકોએ બાઈક રેલી યોજી હતી.

અગાઉ સાંસદ પૂનમ માડમ શિવશોભા યાત્રા દરમિયાન ડમરુ વગાડ્યું હતું અને ધુળેટી પર દ્વારકાધીશના દર્શન કરવા જતાં લોકો માટે સાંસદે રોટલા પણ ઘડ્યા હતા. જોકે આજે સાંસદ પૂનમ માડમ કાંઈક નવા જ રૂપમાં જોવા મળ્યા હતા.

Your email address will not be published.