મોદી@20 બુક અભિયાનના રાષ્ટ્રીય કન્વીનર પ્રકાશ જાવડેકર આવતીકાલથી ગુજરાતના પ્રવાસે

| Updated: July 29, 2022 5:02 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 20 વર્ષના શાસનના નિમિત્તે લખાયેલા પુસ્તક મોદી@20નું વિમોચન કરવા રાષ્ટ્રીય કન્વીનર પ્રકાશ જાવડેકર આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ પુસ્તકમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન તરીકે સતત 20 વર્ષથી પ્રજા કલ્યાણના કાર્યોમાં અને રાષ્ટ્રની સેવામાં કાર્યરત નરેન્દ્રભાઈ મોદીના સુશાસના પાયામાં રહેલા કાર્યક્રમો અVે કાર્યપદ્ધતિને 21 જેટલા નામાંકિત લેખકો અને ચિંતકોએ અવલોકીને કરેલા લેખનનો સંપુટ મોદી@20 તરીકે પ્રકાશિત થયેલ છે.

આ પુસ્તકમાં રજૂ કરવામાંઆવેલી બાબતોથી વધુમાં વધુ ભારતવાસીઓ માહિતગાર થાય તે માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યુ છે. આ અભિયાનના રાષ્ટ્રીય કન્વીનર અને ભારત સરકારના ભૂતપૂર્વ માનવ સંસાધન વિકાસ પ્રધાન, પર્યાવરણ પ્રધાન અને રાજ્યસભાના સાંસદ પ્રકાશ જાવડેકર તેના કાર્યક્રમોમાં હાજરી આપવા 30 અને 31 જુલાઈ એમ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે.

પ્રકાશ જાવડેકર 30 જુલાઈએ દિલ્હીથી રાજકોટ વિમાન માર્ગે આવશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે સવારે સાડા દસ વાગે હાજર રહેશે. 30 જુલાઈના રોજ બપોરે સાડા ત્રણ કલાકે સોમનાથ વિશ્વવિદ્યાલય ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય જૂનાગઢ તેમજ સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય આયોજિત કાર્યક્રમમાં હાજર રહી માર્ગદર્શન આપશે.

31 જુલાઈના રોજ પ્રકાશ જાવડેકર ગાંધીનગર સ્થિત બાલ વિશ્વવિદ્યાલય તેમજ શિક્ષક વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં સવારે અગિયાર વાગે હાજર રહેશે. કર્ણાવતી મહાનગર ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં સાંજે ચાર વાગે હાજર રહી માર્ગદર્શન આપશે. તેઓ સાંજે વિમાનમાર્ગે અમદાવાદતી દિલ્હી રવાના થશે.

Your email address will not be published.