રાષ્ટ્રપતિ પદ 2022ની ચૂંટણીઃ ભાજપ માટે બાજી લાગે છે તેટલી સરળ નથી

| Updated: May 17, 2022 4:56 pm

ભારતના નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) અને યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સહિત બધા પક્ષો તેમની સ્થિતિની સમીક્ષા કરવામાં લાગી ગયા છે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઇલેક્ટોરલ કોલેજમાં સંસદના બંને ગૃહોના સાંસદો અને બધી રાજ્યની વિધાનસભાઓના વિધાનસભ્યોના મતની ગણતરી કરવામાં આવે છે. બધા સાંસદોના મતોનું મૂલ્ય બધી વિધાનસભાઓના વિધાનસભ્યોના મતોથી વધારે છે. દરેક સાંસદના મતનું મૂલ્ય 708 છે. તેની સામે વિવિધ રાજ્યોની વિવિધ વિધાનસભાઓના વિવિધ વિધાનસભ્યોના મતનું મૂલ્ય પણ જુદું-જુદું થાય છે. તેનો આધાર વસ્તી (1971નો સેન્સસ) અને બેઠકોની સંખ્યા પર છે.

દરેક મતનું મૂલ્ય

આ ગણતરીને ધ્યાનમાં રાખતા એનડીએ યુપીએથી ઘણુ આગળ છે. કુલ 52 સાંસદો નિવૃત્ત થવાના હોવા છતાં અને નવા ચૂંટાવવાના હોવા છતાં સંસદમાં એનડીએ યુપીએને વટાવવાથી દૂર છે. કુલ 776 સાંસદોમાં એનડીએના 442 (લોકસભામાં 326 અને રાજ્યસભામાં 116) છે. આમ તે 3,10,000 પ્રેસિડેન્સિયલ વોટ્સ પર અંકુશ ધરાવે છે, જ્યારે યુપીએ 96,000 વોટ પર અંકુશ ધરાવે છે.

પણ સંસદમાં બધા જ પક્ષ એનડીએ કે યુપીએ જેવી સ્થિતિમાં નથી. હવે તૃણમૂલ કોંગ્રેસ જોઈએ તો તે આ પ્રકારની સ્થિતિમાં નથી અને એનડીએને પણ સપોર્ટ કરવાની નથી. તે 90,000 પ્રેસિડેન્સિયલ વોટ્સ પર અંકુશ ધરાવે છે. એનડીએના પણ ટેકેદારો છે અને તે એલાયન્સ પાર્ટનર તરીકે ક્વોલિફાઈ થઈ શકે છે. હવે આ ઉપરાંત ત્રીજો મોરચો કહો કે પ્રાદેશિક પક્ષો કહો કે તે છે. આ પક્ષો એનડીએ કે યુપીએ બંનેમાંથી એકેયને સમર્થન આપતા નથી. તેઓનો કુલ 47000 પ્રેસિડેન્સિયલ વોટ પર અંકુશ છે.

આમ અહીં સંસદના આંકડા એકદમ સ્પષ્ટ છે. સમગ્ર વિપક્ષ એકત્રિત થાય તો પણ તે ફક્ત સંસદીય હાજરીના આધારે ભાજપના ઉમેદવારને હરાવી શકે તેમ નથી. પણ હવે જ્યારે વિધાનસભાના વિધાનસભ્યોના મતોને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યાં જ ચિત્ર થોડું બદલાય છે .ભાજપ એકલુ તેમા 1,84,000 પ્રેસિડેન્સિયલ વોટ પર કમાન્ડ ધરાવે છે. તેનું કારણ તે દેશના વિવિધ રાજ્યોમાં તેની સત્તા અને તેના વિધાનસભ્યો છે. બીજી બાજુએ યુપીમાં તેના વિધાનસભ્યોની સંખ્યા 2017માં હતી તેના કરતાં ઘટી છે.

બધા ભાજપના વિરોધમાં

રામનાથ કોવિંડ 2017માં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ભાજપની સાથે તેના એલાયન્સના પાર્ટનરોને જોડીએ તો તેના લગભગ 2,18,000 પ્રેસિડેન્સિયલ વોટ થતાં હતા. બીજી બાજુએ યુપીએ રાજ્યોમાં હાલમાં 1,62,000 પ્રેસિડેન્સિયલ વોટ પર અંકુશ ધરાવે છે. આમ તેની પાતળી સરસાઈ છે. આ સરસાઈ હવે ત્યારે વધારે પાતળી બને છે જ્યારે તમે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યને ધ્યાનમાં લો છો. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના 111 વિધાનસભ્યો છે. તેની સાથે પ્રેસિડેન્સિયલ ઇલેકશનમાં ઉત્તરપ્રદેશ રાજ્યના વિધાનસભાનું વોટ વેલ્યુ એટલે કે મતમૂલ્ય દેશના બીજો કોઈપણ રાજ્ય કરતાં વધારે છે. આના લીધે નોન-યુપીએ અને નોન-એનડીએ જેવા પક્ષો જેમકે આમ આદમી પાર્ટી અને અન્ય પણ 1,61,000 પ્રેસિડેન્સિયલ વોટ્સ ધરાવે છે.

આમ એનડીએને સંસદીય અને પ્રેસિડેન્સિયલ વોટમાં 12000 મતનું છેટું પડે છે. બાકીના બધા મત તેના હરીફ પક્ષોના છે. આ આંકડાના લીધે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ ભાખવું અઘરું થઈ ગયું છે. જો કે ભાજપ સામે બધા જ વિપક્ષ ભેગા થઈને સંયુક્ત મોરચો માંડે તેવી સંભાવના નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો આમ આદમી પાર્ટી (આપ)એ ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કોઈને પણ સમર્થન ન આપવાનો નિર્ણય કરી એકલા આગળ વધવાનું નક્કી કર્યુ છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ ભાજપ અને કોંગ્રેસ વિરોધી પક્ષોના ગઠબંધનને આકાર આપવામાં પડેલી છે. આ સ્થિતિ ભાજપ માટે ફાયદાકારક નીવડશે. આંધ્રમાં વાયએસઆર કોંગ્રેસ અને તેલંગણામાં તેલંગણા રાષ્ટ્રસમિતિ તથા ઓડિશામાં બીજુ પટનાયક કોંગ્રેસને સમર્થન આપવાના નથી. આવું જ તમિલનાડુનુ છે. ભાજપ આ સ્થિતિનો તેની તરફેણમાં ઉપયોગ કરી શકે છે.

Your email address will not be published.