રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ દ્રોપદી મૂર્મુના સ્વરૂપમાં એનડીએની સલામત તો વિપક્ષની ચર્ચાસ્પદ પસંદગી યશવંતસિંહા

| Updated: June 22, 2022 2:51 pm

રાધા રામસેશાન

ભાજપની આગેવાની હેઠળની એનડીએએ સરકારે દ્રૌપદી મુર્મુદુ એનડીએ માટે સ્વાભાવિક પસંદગી હતી. એક સમયે 2017માં પણ એનડીએએ મુર્મુના નામ પર વિચાર કર્યો હતો, પરંતુ ભાજપની ટોચની હરોળ ઇચ્છતી હતી કે મુર્મુ હજી જાહેર જીવનમાં થોડો સમય ગાળે પછી તે રાષ્ટ્રપતિ ભવન જાય.

મુર્મુ ઓડિશાની સંથાલી આદિવાસી છે. ઓડિશાના રાજકારણમાં મુર્મુને આગળ લાવવાનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને જાય છે. તે મયુરભંજ જિલ્લામાં રૈરાંગપુરની કાઉન્સિલર રહી ચૂકી છે. મુર્મુનું વતન આ જ જિલ્લામાં બાલ્ડાપોસી ગામ છે. તેમનો જન્મ ત્યાં ખેડૂત કુટુંબમાં થયો હતો. તે ભાજપની ઓડિશા શેડ્યુલ્ડ ટ્રાઇબ વિંગના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. તે રૈરંગપુર ખાતે ખાતેથી બે વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. તે ભાજપ-બીજેડીની અગાઉની જોડાણવાદી સરકારમાં જુનિયર પ્રધાન હતા.

જો કે આશ્ચર્યની વાત તો એ છે કે તે વિપક્ષમાં હતા તો પણ કોઈ વિવાદ સર્જ્યો નથી, ટૂંકમાં મુર્મુનો સીવી એકદમ ચોખ્ખો છે. રાષ્ટ્રપતિ બનવા માટે આ અત્યંત મહત્વની લાયકાત છે. ભાજપ માટે આ નવી વાત નથી. તે વિપક્ષને આ પહેલા પણ આંચકા આપી ચૂક્યું છે. ભાજપે આ પહેલા અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી વિપક્ષને ચોંકાવ્યુ હતુ. વિપક્ષ માનતું હતું કે ભાજપ આવું પગલું તો ક્યારેય નહી ભરે, પણ ભાજપે વિપક્ષને પણ ત્યારે સ્તબ્ધ કરી દીધું હતું. અબ્દુલ કલામ રાષ્ટ્રપ્રેમી હોવા ઉપરાંત શાકાહારી હતા અને આ ભાજપને ફાવતી વાત હતી. તેના પછી ભાજપે ઉત્તરપ્રદેશના કાનપુરના દેહાતી દલિત રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવીને દલિતોને તેના તરફ ખેંચ્યા હતા. હવે ભાજપે એક મહિલા અને તે પણ આદિવાસી મહિલા અને પાછી ખેડૂતને રાષ્ટ્રપતિ પદ બનાવી એક કાંકરે ત્રણ તીર મારવાનો કારસો રચ્યો છે.

આ રીતે એક તો તે ખેડૂતોના અસંતોષને ઘટાડી શકે છે. બીજી બાજુ તે મહિલાશક્તિને આગળ ધરી રહ્યુ હોવાનો દાવો કરી શકે છે. તેના પગલે કોંગ્રેસના સહયોગી ઝારખંડ મુક્તિ મોરચાએ કમને પણ ભાજપની સાથે જોડાવવું પડી શકે છે અથવા તો મુર્મુને મત આપવાની ફરજ પડી શકે છે.  આ ઉપરાંત ભાજપે ઉત્તર-પૂર્વને પણ લક્ષ્યમાં રાખ્યું છે. આ મુર્મુની પસંદગી ભાજપનો આબાદ રાજકીય દાવ છે. ભાજપ આ રાષ્ટ્રપતિ ચૂંટણીને ફક્ત ચૂંટણી તરીકે જ નથી જોતી પણ 2024ની લોકસભા ચૂંટણીની પૂર્વતૈયારી તરીકે પણ જુએ છે. મુર્મુ ઓડિશાની હોવાથી તેને બીજેડીનું પણ સમર્થન મળી જ ગયું છે.

તેની સામે વિપક્ષે ઘણી લાંબી કવાયત પછી પહેલા પવાર, પછી અબ્દુલ્લા અને પછી ગોપાલકૃષ્ણ ગાંધીના નામ પર પારોઠના પગલા ભર્યા પછી યશવંતસિંહાને મેદાનમાં ઉતારવા પડ્યા છે. એક સમયના ભાજપના આ આગળ પડતા આગેવાન અને અડવાણીના ખાસ યશવંતસિંહા મોદીના આકરા ટીકાકાર રહ્યા છે. સિંહા પોતે સમાજવાદી હોવાથી તેમને સમાજવાદી પાર્ટી (એસપી)નું સમર્થન મળી શકે છે. મમતા પણ જાણે છે કે ભાજપ છોડીને ટીએમસીમાં જોડાનારા યશવંતસિંહાને જીતાડવા સરળ નથી, પણ મમતા પોતે ફાઇટર છે અને સરળતાથી હાર માનવામાં માનતી નથી.

Your email address will not be published.