ઘઉંની નિકાસ બંધ થતા ભાવ તૂટયા; વેપારીઓની મુશ્કેલીઓ વધી

| Updated: May 18, 2022 1:12 pm

કેન્દ્ર સરકારે ઘઉંની (Wheat) નિકાસ અચાનક બંધ કરતા ઘઉંના ભાવમાં ઘટાડો થયો છે. ગુજરાતના ઘઉં ઉગાડતા ખેડૂતોને નિકાસની મંજૂરી મળ્યા બાદ સારા એવા ભાવો મળ્યા હતા, તેમજ તેમને સૌથી વધુ લાભ થયો હતો. પરંતુ અચાનક નિકાસ બંધ થતા વ્યાપરીઓને નુકસાન થયું છે.

નિકાસ દરમિયાન ભાવનગર માર્કેટ યાર્ડની સ્થિતિ વિશે યાર્ડના સેક્રેટરી અરવિંદ ચૌહાણે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં 9050 ગુણીની આવક હતી. તે સમયમાં ભાવ રુપિયા 3400 ઊંચા ભાવ અને નીચા રુપિયા 2200 જેટલા ભાવ હતા એટલે ઘઉંનો ભાવ 2850 ગણી શકાય છે. ઘઉંની (Wheat) આવક સારી હતી ત્યારે યાર્ડમાં સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. જો કે, મે મહિનાની શરૂઆતમાં નિકાસ બંધ થતાં આ આવક ઘટીને 739 જેટલી ગુણીની થઈ ગઈ છે. ઘઉંનો ભાવ હાલમાં 2600 રૂપિયાથી 2200 રૂપિયા છે, એટલે સરેરાશ ભાવ 2400 રૂપિયા જેટલો ગણી શકાય છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના વ્યાપરીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નિકાસ બંધ થતાં મોટી સંખ્યામાં ખરીદેલા ઘઉંના ટ્રકો પોર્ટ ઉપર ફસાય ગયા છે.

એક વ્યાપારીએ જણાવ્યું હતું કે, ભરેલી ટ્રકો પોર્ટ પર પડી છે. નિકાસ બંધ થવાથી ભાવ 2800 રૂપિયાથી સીધો 2000 રૂપિયાએ આવી ગયો છે. વ્યાપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેનું નિરાકરણ સરકારે લાવવું જોઈએ.

આ પણ વાંચો: બિહારમાં બૉયલર બ્લાસ્ટમાં 10 લોકોના કરૂણ મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

Your email address will not be published.