વડા પ્રધાન મોદીએ જામનગરમાં મુકેશ અંબાણીને મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવી

| Updated: April 19, 2022 3:29 pm

વડા પ્રધાન મોદી અત્યારે જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે તેમના આજના જામનગરના પ્રવાસ દરમિયાન રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે જામનગર સર્કિટ હાઉસમાં મુલાકાત કરી તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર મા WHO ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી તેમજ અન્ય મહાનુભાવોનું એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામરાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન ભોજન કરી બપોરે સાડા ત્રણ વાગ્યે આયુર્વેદ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે. જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે જેને પરિણામે ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે.

Your email address will not be published.