Gujarat ની ગ્રાન્ટેડ હાઈસ્કૂલોને 30 ટકાથી ઓછા પરિણામ પર ગ્રાન્ટ 100 ટકા ગ્રાન્ટ કાપવાની જોગવાઈ

| Updated: July 29, 2022 12:35 pm

Gujarat માં આવેલી ગ્રાન્ટેડ હાઈસ્કૂલોને પરિણામ આધારિત ગ્રાન્ટ આપવાની જોગવાઈ છે. તેમજ જો પરિણામ ઓછું આવે તો ગ્રાન્ટ કાપવામાં આવે છે. વર્ષ- 2014ના ઠરાવ મુજબ ધોરણ 10માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 30 ટકાથી ઓછું પરિણામ આવે તો 100 ટકા ગ્રાન્ટ કાપવામાં આવે છે. આવીજ રીતે 30 થી 40 ટકા પરિણામ આવે તો 100 ટકા ગ્રાન્ટ કાપવામાં આવે છે.

આવી જ રીતે 30 થી 40 ટકા પરિણામમાં 25 ટકા ગ્રાન્ટ મળે, 40 થી 50 ટકામાં 50 ટકા ગ્રાન્ટ, 50 થી 70 ટકામાં 75 ટકા અને 70 ટકાથી વધુ પરિણામ ધરાવતી સ્કૂલોને 100 ટકા ગ્રાન્ટ ચૂકવવાની જોગવાઈ છે. ધોરણ 12 માં 30 થી 50 ટકા પરિણામમાં 25 ટકા ગ્રાન્ટ મળવાપાત્ર છે. 50 ટકા ગ્રાન્ટ માટે 50થી 60 પરિણામ, 75 ટકા ગ્રાન્ટ માટે 60 થી 70 ટકા પરિણામ મેળવવું પડે. 

શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળતી વિગતો પ્રમાણે રાજ્યની કુલ 7,120 ગ્રાન્ટેડ શાળાઓના છેલ્લા 7 વર્ષમાં 20 અને 30 ટકાથી ઓછું પરિણામ આવતા 100 ટકા ગ્રાન્ટ કાપવામાં આવી હતી. શિક્ષણ વિભાગ બાદ હાલમાં આ મામલો સરકારના નાણા વિભાગમાં પેન્ડિંગ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પરિણામ આધારે ગ્રાન્ટ કપવાની ટકાવારી જુલાઇ- 2013ના ઠરાવથી નક્કી કરવામાં આવી હતી. એ પહેલા જે સ્કૂલના જેટલા વિદ્યાર્થી નાપાસ થાય તેના આધારે વિદ્યાર્થી દીઠ રૂ. 100 દંડ કરવામાં આવતો હતો.

આ પણ વાંચો: સરકારને હાઇકોર્ટનો આદેશઃ ખાનગી સ્કૂલોમાં એક સરખી ફીની નીતિ ઘડો

Your email address will not be published.