PSIની ભરતીની શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર

| Updated: January 15, 2022 4:33 pm

પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વડા આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

ગુજરાત પોલીસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઇ ગયું છે. આ પરીક્ષામાં ઉતિર્ણ થયેલા ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી હતી. 96,000થી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે. હવે આ ઉમેદવારોની પ્રિલિમીનરી પરીક્ષા યોજાશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વડા આઈપીએસ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે પો.સ.ઇ. ભરતીની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત https://psirbgujarat2021.in વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.

પ્રિલિમીનરી પરિક્ષા ફેબ્રુઆરી માસની 15 તારીખ પછીના કોઇપણ રવિવારે લેવાનું આયોજન કરવામાં આવી શકે છે. જો કે હજુ ડેટ જાહેર નથી થઈ પણ જ્યારે ચોકકસ તારીખ નકકી થયેથી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

Your email address will not be published.