ઉપલેટામાં સગાભાઈએ તેન બહેન અને બનેવીને જાહેરમાં રહેંસી નાખતા લોકોમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. છ મહિના પહેલા જ તેની બહેને પ્રેમલગ્ન કર્યા હતા. આ બનાવને લઈ પોલીસતંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી. પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ઉપલેટામાં આવેલ જિગરિયા મસ્જિદ પાસે અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.22) અને અરણી ગામની હિના સોમજીભાઈ સિંગરખિયા (ઉં.વ.18)ને હીનાના ભાઈ સુનીલે જાહેરમાં ઉપરા છાપરી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે આ બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.
હીના ખીરસરા ગામે રહેતા અનિલ સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં હતી. જેથી તેઓ લગ્ન કરવા માટે ભાગી ગયા હતા અને લગ્ન કર્યા હતા. જેથી આ અંગે પરિવારજનોએ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ બન્નેની ધરપકડ પણ કરી હતી. જો કે, યુવતી તે સમયે પોલીસ મથકે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
ત્યારબાદ ઉંમર પૂરી ન હોવાના કારણે અનિલ અને હીના પોતાના ઘરે જતા રહ્યા હતા. પરંતુ છ પહેલા હીનાની ઉંમર પૂરી થઈ જતા ઘરેથી અનિલ સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે રહેતી હતી. આ દરમિયાન આજે હીનાના ભાઇ સુનિલને પોતાના બહેન-બનેવી ઉપલેટામાં હોવાની માહિતી મળતા તમને શોધતો હતો. સવારે 11 વાગે કુંભારવાડા નાકે મળી જતા એમના બહેન-બનેવી ઉપરાછાપરી છરીના ઘા ઝીંકતા હીનાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.