મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી : ફ્લાઇટને પુશબેક આપનાર ટ્રેક્ટરમાં અચાનક લાગી આગ

| Updated: January 10, 2022 4:07 pm

મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ફ્લાઇટને પુશબેક આપનાર ટ્રેક્ટરમાં અચાનક લાગી આગ ભભૂકી ઉઠી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈસી-647ને પુશબેક આપનાર ટ્રેક્ટરમાં અચાનક આગ લાગી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પુશબેક આપનાર ટ્રેક્ટર ફ્લાઈટને પુશ કરવા ગયું કે તરત જ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. આ સમયે ટ્રેક્ટર એકદમ પ્લેનની સામે જ હતું. અને પ્લેનમાં મુસાફરો પણ સવાર હતા. જેથી ઘટનામાં જરા પણ મોડું થયું હોત તો મોટી દુર્ઘટના બની જાત. જોકે એરપોર્ટ ઓથોરિટીએ તાબડતોબ હરકતમાં આવી આગ પર કાબુ મેળવી લીધો હતો.

મુંબઈથી જામનગર જતી ફ્લાઇટ સાથે આ બનાવ બન્યો હતો. તે સમયે ફ્લાઇટમાં 85 લોકો સવાર હતા. આ ઘટના V26R સ્ટેન્ડ પર બની હતી. જોકે ક્યાં કારણોસર આગ લાગી હતી તેનું કારણ ચોક્કસ જાણી શકાયું ન હતું. સદનસીબે પ્લેનને કોઈ નુકશાન પહોચ્યું ન હતું.

Your email address will not be published.