પાટણ યુવતી પર હુમલા મામલે આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ

| Updated: January 28, 2022 6:21 pm

રાધનપુર ચૌધરી સમાજની દિકરી પરના હુમલાને લઇ સમગ્ર પથંકમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. આ અંગે રાધનપુર આદર્શ વિદ્યાલયમાં ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની બેઠક થઈ હતી. જેમાં આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ધંધુકા ખાતે થયેલ હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાશે. ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે.

વિગતો એવી છે કે પાટણના રાધનપુર તાલુકાના શેરગઢ ગામમાં એક યુવતી પર ગામના જ એક વિધર્મી યુવકે હુમલો કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ આ ઘટના બાદ ગ્રામજનોએ હુમલાખોર યુવકને પકડીને પોલીસને સોંપ્યો હતો. હાલ ગામમાં LCB, SOG સહિતનો કાફલો ગોઠવી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે ઘાયલ યુવતીને વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવી હતી. ઘટના બાદ ગ્રામજનોએ યાસીન બ્લોચનામના આરોપીને પકડી રાખ્યો હતો.પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જયારે બીજી તરફ આરોપીનો પરિવાર ગામ છોડીને ફરાર થઈ ગયો હતો.

વિગતો એવી છે કે રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. યુવતી પર હુમલો કરનાર યુવકને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યો હતો. શેરગઢની યુવતી ઘરે એકલી હતી ત્યારે યાસીન માજીશા બલોચ નામનો યુવાન અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે બળજબરી કરી હતી. તેમજ તાબે ન થતાં છરીના ઘા મારી દીધા હતા. હુમલો થતાં યુવતીએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી આસપાસ રહેતી મહિલાઓ યુવતીના ઘરે દોડી આવી હતી. આ પછી યુવતીના પરિવારના સભ્યોને ફોન કરતાં તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા. બીજી તરફ યુવતીએ બૂમાબૂમ કરતાં દોડી આવેલા લોકોએ યાસીનને પકડી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી અને યુવકને જેલ હવાલે કરી દેવાયો હતો.

Your email address will not be published.