કૃષિ મંત્રી રાઘવજી પટેલને કોરોનામાં તાવ ન ઉતરતા હોસ્પિટલમાં દાખલ કરાયા

| Updated: January 27, 2022 1:44 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. એક પછી એક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે રાઘવજી પટેલ થોડાક દિવસો પહેલા કોરોના સંક્રમિત થયા હતા. રાઘવજી પટેલને તાવ નહિ ઉતરતા અને બીપી, ડાયાબિટીસની તકલીફના કારણે (Raghavji Patel was admitted) અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલને કોરોનામાં તાવ ન ઉતરતા હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદમાં કોરોના વાયરસના દૈનિક વધી રહેલા કેસને લઈ તંત્રની ઉંઘ હરામ થઈ છે. બાળકો, પોલીસ કર્મીઓ અને તબીબો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. તાજેતરમાં જ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના સંક્રમિત થયા હતા. જો કે, તેઓને કોરોનાના હળવા લક્ષણો હોવાથી તેઓ હોમ આઈસોલેટ થઈ કોરોનાની સારવાર કરી હતી. ત્યારે બે દિવસ પહેલા ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જો કે, તેઓ પણ ઘરે જ સારવાર લઈ રહ્યા હતા. પરતું તેઓને કોરોનામાં તાવ ન ઉતરતા અને બીપી, ડાયાબિટીસની તકલીફના કારણે તબીબે હોસ્પિટલમાં સારવાર (Raghavji Patel was admitted) લેવા માટેની સલાહ આપી હતી. જેથી તેઓને અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ થયા હતા કોરોના સંક્રમિત

ગુજરાત સરકારના રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો થોડાક દિવસો પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ ઘરે જ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. તેઓએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના રિપોર્ટ કરાવવા માટેની અપીલ કરી હતી.

ગુજરાતમાં આ નેતાઓ થયા હતા કોરોના સંક્રમિત

અક્ષય પટેલ, ધારાસભ્ય, કરજણ
અનિલ જોશીયારા, ધારાસભ્ય, ભીલોડા
કુંવરજી બાવળીયા, ધારાસભ્ય, જસદણ
પરસોત્તમ સાબરિયા, ધારાસભ્ય, ધ્રાંગધ્રા
યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર
પ્રતાપ દૂધાત, ધારાસભ્ય, સાવરકુંડલા
શૈલેષ સોટ્ટા, ધારાસભ્ય, ડભોઈ
પિયુષ પટેલ, ધારાસભ્ય, નવસારી
ઝંખના પટેલ, ધારાસભ્ય, ચોર્યાસી
જીતુ ચૌધરી, મંત્રી

તમને જણાવી દઈએ કે, ગત છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14,781 કેસ નોંધાયા હતા અને 20,829 દર્દીઓ સાજા થયા હતા. જો કે, કોરોના કેસ ઘટી રહ્યા છે પરતું મોતનો આંકડો વધી રહ્યો છે જે ઘણી ચિંતાજનક બાબત છે.

Your email address will not be published.