રાજકોટના ભાજપના નેતાનો દીકરો ડ્રગ્સ સાથે ઝડપાયો

| Updated: July 28, 2022 4:59 pm

ગુજરાતમાં રોજ ડ્રગ્સનાં જથ્થાઓ પક્ડાવાની વાત સામે આવતી હોય છે.પરંતુ હવે તો ભારે કરી હવે તો ભાજપના નેતાઓના છોકરાઓ પણ ડ્રગ્સ લેવા લાગ્યા છે.

આણંદ જિલ્લાના સોજીત્રાનાં ડભોઉ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર એસઓજી પોલીસે છાપો મારી તપાસ કરી હતી તપાસ કરતાની સાથે કારમાંથી 19.680 ગ્રામ એમડીએમ ડ્રગ્સ પક્ડી લેવામાં આવ્યું છે વધુ તપાસ કરતા જાણકારી મળી હતી કે આ તો ભાજપના મહામંત્રીનાં પુત્ર છે.પોલીસે 1.96 લાખના ડ્રગ્સ સાથે 5.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.જોકે પોલીસને બાતમી મળી હતી જેના આધારે તેમણે વધુ તપાસ હાથ ધરી હતી.

નાયરા પેટ્રોલ પંપ પર છાપો મારીને પક્ડી પાડવામાં આવ્યા હતા.19.680 ગ્રામ MDM ડ્રગ્સનો જથ્થો પક્ડી પાડવામાં આવ્યો હતો અને ભાજપના મહામંત્રી સુરેશ રૈયાણીનાં પુત્ર રોહન સુરેશભાઈ રૈયાણી સહિત ચારને ઝડપી પાડવામાં આવ્યો હતો.

કારમાંથી તુષાર ઉર્ફે ભુરો, રોહન શૈલેષભાઇ વસોયા, મોહિત ઉર્ફે ટકો, જીવરાજભાઈ સાંગાણી તરોહન સુરેશભાઈ રૈયાણી સહિત ચાર શખ્સોની ઘરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ સાથે પકડાયેલા લોકોમાં રાજકોટ તાલુકા ભાજપના મહામંત્રી સુરેશભાઈ રૈયાણીનો પુત્ર હોવાનું જાણવા મળતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાંચ મોબાઈલ, MDM ડ્રગ્સ , વજનકાંટો સહિત 5.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા માટે તેઓ કયાંથી લાવે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Your email address will not be published.