રાજયમાં અનેક અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં રાજુ ભાર્ગવ (Raju Bhargav), આઈ.પી.એસ રાજકોટ શહેર તરીકે બદલીથી નિમણૂંક કરવામાં આવી છે સૌથી પહેલા આ માહિતી વાઈબ્સ ઓફ ઇન્ડિયા દ્રારા લખવામાં આવી હતી
આ સાથે તેઓની ખાલી પડતી જગ્યાએ ગાંધીનગરની જગ્યાનો વધારાનો હવાલો પ્રફુલ્લાકુમાર રોશન , આઈ.પી.એસ. ( ગુજ : ૧૯૯૬ ) , અધિક પોલીસ મહાનિર્દેશક આપવામાં આવી છે
રાજકોટના બહુ ચર્ચિત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી બાદ હવે રાજકોટને નવા કમિળનર મળ્યા છે.થોડા દિવસ પહેલા રાજકોટના કમિશનર કોણ બનશે તે ચર્ચાઓએ વેગ પક્ડયો હતા.ત્યારે હવે રાજકોટની કમાણ રાજુ ભાર્ગવને સોંપી દેવામાં આવી છે
રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલ અને તેની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સામે લાખોના કમિશન લીધાના કથિત આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમની બદલી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ જૂનાગઢ એસઆરપીની ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ તરીકે પોસ્ટ અપગ્રેડ કરીને અગ્રવાલને ત્યાં મુકી દેવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે મનોજ અગ્રવાલ અને તોડ્કાંડ ખુબ ચર્ચા જોવા મળી હતી.
આ પણ વાંચો-કુતુબ મિનાર પર કોર્ટની સુનાવણી પૂર્ણ; જાણો કઈ બાજુએ શું રજૂ કર્યું
રાજુ ભાર્ગવ લો એન્ડ ઓર્ડર ડીઆઇજી તરીકે પણ કામ કરી ચૂક્યા છે
રાજુ ભાર્ગવને (Raju Bhargav)રાજકોટને તેઓની હાલની કામગીરી ઉપરાંત સોંપવામાં આવે છે . આઈ.પી.એસ. અધિક પોલીસ મહાનિર્દેશક ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા
તેઓની બદલી બાદ સદર જગાનો વધારાનો હવાલો પણ પ્રફુલ્લાકુમાર રોશન , આઈ.પી.એસ.એ તેઓની હાલની કામગીરી ઉપરાંત સંભાળવાનો રહેશે .