‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ અભિનેત્રી મંદાકિની 26 વર્ષ પછી કમબેક કરી રહી છે, પુત્ર સાથે જોવા મળશે

| Updated: April 19, 2022 3:29 pm

મંદાકિનીએ(Mandakini) કહ્યું કે, ‘આ ગીત એક માતા વિશે છે, જેનું શીર્ષક ‘મા ઓ મા’ છે. આ એક ખૂબ જ સુંદર ગીત છે અને આ ગીતની સૌથી સારી વાત એ છે કે મારો પુત્ર રબ્બીલ ઠાકુર આ મ્યુઝિક વીડિયોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.

રાજ કપૂરની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ની અભિનેત્રી મંદાકિનીએ(Mandakini) 1985માં પોતાની સ્ટાઈલથી ધમાકો કર્યો હતો. રાજીવ કપૂરની મંદાકિની(Mandakini) વિરુદ્ધ તેની પહેલી જ ફિલ્મ દ્વારા રાતોરાત લોકપ્રિય બની હતી. આ પછી તેણે ‘ડાન્સ ડાન્સ’, ‘લડાઈ’, ‘કહાં હૈ કાનૂન’, ‘નાગ નાગિન’, ‘પ્યાર કે નામ કુરબાન’, ‘પ્યાર કરકે દેખો’ જેવી ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું. મંદાકિની છેલ્લે 1996ની ફિલ્મ ‘જોરદાર’માં ગોવિંદા, આદિત્ય પંચોલી અને નીલમ કોઠારી સાથે જોવા મળી હતી, ત્યારબાદ અભિનેત્રીએ મનોરંજન ઉદ્યોગમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો.

હવે 26 વર્ષ બાદ ફરી એકવાર મંદાકિની (Mandakini)જોવા મળશે. મંદાકિનીએ (Mandakini)તેના પુત્ર રબિલ ઠાકુરને માટે કમબેક કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો-નોરા ફતેહી ડાન્સ દીવાને જુનિયર્સ પર તેના બ્લેક ડ્રેસ માટે ટ્રોલ થઈ

26 વર્ષ પછી મંદાકિની કરી રહી છે મ્યુઝિક વિડિયો. મંદાકિનીએ જણાવ્યું કે ‘આ ગીત એક માતા વિશે છે, જેનું ટાઈટલ ‘મા ઓ મા’ છે. આ એક ખૂબ જ સુંદર ગીત છે અને આ ગીતની સૌથી સારી વાત એ છે કે આ મ્યુઝિક વીડિયોમાં મારો પુત્ર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. અમે આ મહિનાના અંત સુધીમાં ગીતનું શૂટિંગ શરૂ કરીશું.

મંદાકિની(Mandakini) સાથે કામ કરવાનું સપનું સાકાર થયું છે
સાજન અગ્રવાલ કહ્યું કે મંદાકિની તેના હોમ ટાઉનમાંથી છે અને મંદાકિનીનો(Mandakini) દીકરો આ મ્યુઝિક વીડિયોથી ડેબ્યૂ કરી રહ્યો છે અને મંદાકિનીને ડિરેક્ટ કરવાનું મારું સપનું પણ પૂરું થશે.’ મ્યુઝિક ડિરેક્ટરે વધુમાં કહ્યું કે ‘સાજને આ ગીત લખ્યું છે. બબલી હક અને મીરાએ સંગીત આપ્યું છે. ઋષભ ગિરી દ્વારા ગાયું અને ગુરુજી કૈલાશ રાયગર દ્વારા નિર્મિત. આટલું જ નહીં, સાજનની ઈચ્છા મંદાકિની સાથે એક શોર્ટ ફિલ્મ ડિરેક્ટ કરવાની છે.

Your email address will not be published.