એક્ટિવા શીખવવાના બહાને સગીરા પર દુષ્કર્મઃ માતાનો મિત્ર જ હેવાન બન્યો

| Updated: October 4, 2021 5:21 pm

અમદાવાદમાં સગીર યુવતીઓ સાથે દુષ્કર્મના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં શહેરમાં સગીરા પર રેપના 15થી વધુ કેસ પોલીસના ચોપડે નોંધાયા છે. શહેરના સરખેજ વિસ્તારમાં સોમવારે એક 14 વર્ષીય સગીરા પર તેની માતાના જ મિત્રે દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ મૂળ બિહારની અને હાલ નારોલમાં રહેતી 36 વર્ષીય મહિલા તેની 14 વર્ષની પુત્રી અને એક પુત્ર સાથે રહે છે. આ વિસ્તારમાં તે છૂટક સિલાઈનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ તેના પતિ સામે ઘીકાંટા કોર્ટમાં કેસ કર્યો છે અને તેનો પતિ સુરતમાં પાંચ વર્ષથી અલગ રહે છે.

દુષ્કર્મનો આરોપી કેતન પટેલ

મહિલાને ઘોડાસરની પુષ્પક સોસાયટીમાં રહેતા કેતન નટવરલાલ પટેલ સાથે ત્રણેક વર્ષથી મિત્રતા થઈ હતી, જેથી આ કેતન આ મહિલાના ઘરમાં અવર જવર કરતો હતો. આ દરમિયાન કેતનની નજર આ મહિલાની સગીર પુત્રી પર પડી હતી.

રવિવારે કેતન પટેલ મહિલાના ઘરે એક્ટિવા લઈને આવ્યો હતો અને મહિલાની 14 વર્ષીય પુત્રીને એક્ટિવા શીખવાડવાના બહાને લઈ ગયો હતો. ત્યાર બાદ છેક સાંજે સાતેક વાગ્યે તે સગીરાને પરત ઘરે મુકી ગયો હતી. કેતન ગયા પછી સગીરા તેની માતા સમક્ષ રડવા લાગી હતી અને તેની માતાને જણાવ્યું કે કેતન એક્ટિવા શીખવાડવા માટે તેને નારોલ થઈ મકરબા લઈ ગયા હતો જ્યાં એક બંધ મકાનમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ કર્યું હતું. કેતને તેને આ વાત કોઈને ન કહેવા માટે ધમકી પણ આપી હતી. મહિલાએ સરખેજ પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસે આરોપી કેતન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી મેડિકલ કરાવી તપાસ શરૂ કરી છે.

Your email address will not be published. Required fields are marked *