વટવામાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ, હેમરેજ થી મોત, ભૃણના ડીએનએ પરથી પોલીસ આરોપીને શોધશે

| Updated: July 29, 2022 9:16 pm

અમદાવાદ,
શહેરના વટવા વિસ્તારમાં માનસિક અસ્થિર 37 વર્ષીય યુવતી સાથે અજાણ્યા શખસે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. યુવતી નીચે પડી જતાં તેને હેમરેજ થયું અને તેનું મોત નિપજ્યું હોવાથી દુષ્કર્મ કોણે આચર્યું તે જાણી શકાયું નથી. આ અંગે વટવા પોલીસે દુષ્કર્મનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ ભૃણનો ડીએનએ ટેસ્ટ કરાવશે અને તે રિપોર્ટ આધારે આરોપીની શોધખોળ હાથ ધરશે.

ઘટના સામે આવી છે. મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ અમદાવાદના વટવામાં 37 વર્ષીય માનસિક અસ્થિર યુવતી નાનપણથી પોતાના ભાઈ સાથે રહેતી હતી હોવાનું સામે આવ્યું છે.જોકે સમગ્ર બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

શહેરના વટવામાં રહેતી 37 વર્ષીય માનસિક અસ્થિર યુવતીના ભાઈએ અજાણ્યા શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસો પહેલા યુવતીનો ભાઈ બપોરનાં સમયે ઘરમાંથી સુઈ રહ્યો હતો. યુવક ઉઠ્યો ત્યારે તેની બહેન રસોડામાં બેભાન હાલતમાં હતી. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. યુવતી નીચે પડી જતા તેને હેમરેજ થયું હોવાથી તે કોમામાં જતી રહી હતી. હોસ્પિટલમાં ડોક્ટરે યુવતીનું ચેક-અપ કરતા તેને 7 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. માનસીક અસ્થિર યુવતીને ગર્ભ રહી જતાં ભાઇ ચિંતામાં મુકાઇ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન માનસિક અસ્થિર યુવતીનું મોત નિપજ્યું હતું. આ અંગે ઘટનાની જાણ વટવા પોલીસને કરી હતી. આ અંગે પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસ ભૃણનો ડીએનએ રિપોર્ટ મેળવશે અને તેના આધારે આરોપીની શોધખોળ હાથ ધરશે.

Your email address will not be published.