શાપરમાં છ વર્ષની બાળકીને સગા માસાએ હવસનો શિકાર બનાવી

| Updated: August 2, 2022 5:37 pm

રાજયમાં દુષ્કર્મના કેસમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. જેમાં શાપરમાં સગા કાકાએ છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. આ બનાવને લઈ પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે.

રાજકોટ ગોંડલ હાઇવે ઉપર આવેલ શાપરના એક કારખાનાની ઓરડીમાં રહી મજૂરી કરતા પરિવારની 6 વર્ષની માસુમ બાળા પર તેના જ સગા કાકાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈ હાલ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. આરોપી વિજય ઠાકરશી મકવાણાએ હવસનો શિકાર બનાવતા માતાની ફરિયાદ પરથી શાપર પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

જાણવા મળેલ માહિતી પ્રમાણે, આરોપી બાળાને મોબાઈલ આપવાની લાલચ આપી ઓરડીમાં બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેની પત્ની બે બાળકો સાથે એક સપ્તાહથી જેતપુર મજૂરીકામ માટે ગઈ હોય માસુમને હવસનો શિકાર બનાવી હતી.

Your email address will not be published.