અમદાવાદમાં 144મી રથયાત્રાને મળી મંજૂરી

| Updated: July 8, 2021 2:55 pm

અમદાવાદમાં રથયાત્રાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. મંજૂરી મળતા આ વર્ષે 144મી રથયાત્રા નીકળશે અને રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે અને મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી પહિંદવિધિમાં હાજર રહેશે. દર્શનાર્થીઓને પ્રવેશ નહીં અપાય અને માત્ર પાંચ વાહનોને જ અપાઈ છે પરવાનગી. આ વખત રથયાત્રામાં પ્રસાદ વિતરણ નહીં થાય.

Your email address will not be published.