ગુજરાતમાં ગરમીએ લોકોને હેરાન-પરેશાન કરી દીધા છે.સતત ગરમીના કારણે લોકોને ગરમીથી અનેક બિમારીનો સામનો કરવાનો વારો આવ્યો છે.કોલેરા,ઝાડા-ઉલટીના કેસોમાં સતત વધારો જોવા મળ્યો હતો.તો હવે એક રાહતના સમાચાર આવી રહ્યા છે કે હવામાન વિભાગ દ્રારા માહિતી આપવામાં આવી છે રાજયમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ધટાડો થઇ શકે છે.આ સાથે દક્ષિણ ગુજરાતમાં વાળદછાયું વાતાવરણ જોવા મળશે.
થોડા દિવસ પહેલા હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષના વહેલું ચોમાસું બેસવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને ત્યાર બાદ ફરી આ આગાહી આપવામાં આવી છે આગામી દિવસોમાં વાતાવરણમાં તાપમાનનો ધટાડો જોવા મળશે.તારીખ 23 અને 24 મેના રોજ વાળદા જોવા મળશે.
આગામી થોડા દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના દર્શાવામાં આવી છે
અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ યથાવત જોવા મળશે અને તેની સાથે દક્ષિણ ગુજરાતમાં 3 દિ’ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
પવનની દિશા બદલાતા વાતાવરણાં ગરમી ઓછી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને આ સાથે હવામાન સુકું રહેવાની સંભાવનાઓ દર્શાવામાં આવી છે.