ભારતની ધર્મ સંસદ: શું પ્રાચીન ગ્રંથોમાં ‘નરસંહાર’ની વાત સામાન્ય હતી?

| Updated: January 14, 2022 1:19 pm

સંસ્કૃત સાહિત્યમાં, ઈતિહાસને ઘણીવાર પૌરાણિક કથાની જેમ રજુ કરવામાં આવે છે, અને પૌરાણિક કથા ઈતિહાસનું રૂપક છે. બંનેનું એક રસપ્રદ મિશ્રણ મત્સ્ય પુરાણના એક ભાગમાં જોવા મળે છે. જેમાં વિશ્વને કલિયુગ, કલિની ઉંમર, પાપ અને દુઃખના અંતિમ યુગમાંથી લોકોને મુક્ત કરતાં પરાક્રમી રાજાની વાત છે.

રાજનું નામ પ્રમતિ હતું. સંપૂર્ણ ત્રીસ વર્ષ સુધી, તે પૃથ્વી પર ભટકતાં રહ્યા.જેઓ અન્યાયી હતા  તે બધાને તેણે મારી નાખ્યા. ઉત્તરમાં અને મધ્ય દેશમાં, પર્વતીય લોકો, પૂર્વ અને પશ્ચિમના રહેવાસીઓ, વિંધ્યના ઉચ્ચ પ્રદેશો, ડેક્કનમાં,  દ્રવિડ અને સિમ્હાલ, ગાંધારો અને પારદ, પહલવો યવન અને શક, તુષાર, બાર્બરા, શ્વેત, હલિકો, દારાદાસ, ખાસ, લંપક, આંધ્ર અને ચોલા જાતિનાં લોકોનો સફાયો કર્યો. વિજયના ચક્રને ફેરવીને આ શક્તિશાળી વ્યક્તિ શૂદ્રોનો અંત લાવ્યો, તમામ જીવોને ઉડાવી દીધા.

ભવિષ્ય, વિષ્ણુ અને માર્કંડેય પુરાણની સાથે મત્સ્ય પુરાણની પ્રથમ રચના ત્રીજી અને છઠ્ઠી સદીની વચ્ચે થઇ હોવાનો અંદાજ છે, માત્ર ગુપ્તકાળ સાથે તે સુસંગત છે, અને સ્પષ્ટ રીતે  શિક્ષિત બ્રાહ્મણો દ્વારા લખાયેલું છે.

મત્સ્ય પુરાણની આ વાતથી એવું જણાય છે કે કાલ્પનિક પ્રમતિના ક્રોધમાંથી માત્ર ગુપ્ત બ્રાહ્મણો બચી ગયા હતા.કારણ કે અન્ય તમામ ઓળખનો વર્ચ્યુઅલ રીતે નાશ થઈ ગયો છે. તેમના પુસ્તક ઓન હિંદુઈઝમમાં, સંસ્કૃત ગ્રંથોના અગ્રણી વિદ્વાન, વેન્ડી ડોનિગર, પ્રમતિને સાંકેતિક રીતે ચંદ્રગુપ્ત બીજા અથવા  વિક્રમાદિત્ય સાથે જોડે છે.

ભવિષ્ય પુરાણ વિક્રમાદિત્યને સીધો સંકેત આપે છે કે પુરેપુરો અને ભયાનક કલિ યુગ આવી ગયો હતો. અને તે શક (ગુપ્તોના બૌદ્ધ પુરોગામી) ને નાશ કરવા અને આર્ય ધર્મને આગળ લઇ જવા જન્મ્યા હતા.

શકોને હરાવવા (જેમણે કુશાણો સાથે મળીને હિંદુ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો વચ્ચે બિન-હિન્દુ શાસન સ્થાપ્યું હતું), વિક્રમાદિત્યને કલ્કિ તરીકે ઓળખવામાં આવે છે, જે વિષ્ણુના દસમા અવતાર છે, જે આપણને કલિયુગમાંથી મુક્ત કરે છે. તેમ છતાં, પુરાણોમાં તેમના વર્ણન પરથી સ્પષ્ટપણે જોવા મળે છે, તેનો સંબંધ તેમનાં  ગુણ સાથે ઓછો  અને કતલ કરાયેલા બૌદ્ધો સાથે વધુ છે.

બૌદ્ધ ધર્મના વિષય પર, ભવિષ્ય પુરાણમાં બુદ્ધની વાત વધુ રસપ્રદ છે. જેમ જેમ પેઢીઓ પસાર થતી ગઈ, મૌર્ય અને નંદના સમયે, કલિએ વિષ્ણુને તેમની ફરજની યાદ અપાવી, અને તેથી વિષ્ણુ કશ્યપના પુત્ર ગૌતમ તરીકે જન્મ્યા, અને તેમણે બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપ્યો. બધા લોકો બૌદ્ધ બન્યા અને પેઢીઓ વીતી ગઈ – ચંદ્રગુપ્ત, બિંદુસાર અને અશોક. તે પછી ચાર ક્ષત્રિયોનો જન્મ થયો – પ્રમરા, ચાપહાની, શુક્લ અને પરિહારક. તેમણે અશોકને તેમની સત્તામાં મૂક્યો અને તમામ બૌદ્ધોની હત્યા કરી.

એવું લાગે છે કે આ બધુ લખવામાં આવ્યું ત્યાં સુધીમાં હિન્દુઓ દ્વારા બુદ્ધને વિષ્ણુના દસ અવતારોમાંના એક તરીકે પૂજવામાં આવતા હતા. તેમ છતાં, ઘણું અસ્પષ્ટ છે. તે સર્વોચ્ચ દેવતાઓમાંના એકનું સ્વરૂપ છે અને નબળા મનના પાપીઓને વેદના માર્ગથી દૂર લઈ જાય છે. મૌર્ય અને ગુપ્તો વચ્ચેનાં સમયગાળામાં તેમણે બ્રાહ્મણોની તરફેણ કરી અને તેના અનુયાયીઓ તેમને અનુસર્યા.

શાસ્ત્રની વાત કરવાનો મુદ્દો એ છે કે હરિદ્વાર ધર્મ સંસદની તાજેતરની ઘટનાઓ હિંદુ ઝેનોફોબિયાના બીજા યુગનો પડઘો પાડે છે, જે ભૂતકાળમાં ધર્મના નામે આતંકવાદ તરફ વળ્યો હતો. છે. હરિદ્વારમાં કરાયેલી નરસંહારની વાતોએ લોકોને આઘાત પહોંચાડ્યો છે અને ઐતિહાસિક રીતે વૈવિધ્યસભર અને સહિષ્ણુ ભારતનો વિચાર છીન્ન-ભિન્ન થઇ ગયો છે.જ્યારે ગુપ્ત બ્રાહ્મણોએ શક અને કુષાણના આશ્રય હેઠળ ધાર્મિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાનની પરંપરા છોડીને  હિંદુ પુનરુત્થાન માટે શસ્ત્રો ઉઠાવવા આહ્વાન કર્યું હતું જે આ ભૂમિમાં ક્યારેય બન્યું ન હતું.  એનસીઆરટીનાં પાઠ્યપુસ્તકોમાં આદર્શ હિંદુ સુવર્ણ યુગનાં વર્ણન કરાયું છે પણ હિંસાનાં આ યુગ તરફ કોઈનું ધ્યાન ગયું નથી.

અહીં જે મહત્વનું છે તે પૌરાણિક ગ્રંથોનું ઐતિહાસિક મૂલ્ય નથી, તે રાણી વિક્ટોરિયા અને બ્રિટિશ રાજનો સંદર્ભ આપે છે જે સ્પષ્ટપણે મૂળ લખાણમાં પાછળથી ઉમેરાયું હોવાનું સૂચવે છે. તેના બદલે, તેમાં સંહાર સહિતનો શબ્દ ભંડોળ છે જેમાં વૈદિક દૃષ્ટિકોણને અનુરૂપ ન હોય તેને ખતમ કરવાની બ્રાહ્મણવાદી કલ્પના છે.

નરસંહારએ ગુપ્ત કાળમાં ધાર્મિક સંઘર્ષનું કાલ્પનિક વર્ણન હોઈ શકે છે, પરંતુ પ્રાચીન હિંદુ શાસ્ત્ર ચોક્કસપણે તેને તેની ચિંતાઓ માટેના ઉપાય તરીકે માને છે, તે હદે કે તે નરસંહારને મુક્તિ સાથે સાંકળે છે અને કળિયુગમાં દુષ્ટતામાંથી બચવાનું એકમાત્ર સાધન ગણે છે.

આજે  હિન્દુત્વને મુસ્લિમો, અથવા લ્યુટિયનના ઉદારવાદીઓ, શહેરી નક્સલીઓના વિરોધ તરીકે જોવમાં આવે છે. ત્યારે શાસ્ત્રનાં વર્ણનો મુજબ ઉચ્ચ હિંદુઓ સ્પષ્ટપણે બૌદ્ધ, જૈનો, નીચલી જાતિઓ અને કોઈપણ હિંદુ સંપ્રદાયથી દુર થઇ ગયેલા લોકોનાં વિરોધમાં હતા. વેદોનું સર્વવ્યાપી જ્ઞાન સામે આસપાસના વિધર્મીઓ હતા. મનુસ્મૃતિ પરના તેમના ભાષ્યમાં, નારદએ વિધર્મીઓને “બૌદ્ધ અને તેથી આગળ” તરીકે વર્ણવ્યા છે. પતંજલિ, તેમના મહાભાષ્યમાં, બ્રાહ્મણો અને શ્રમણો (બૌદ્ધો અને જૈનો) વચ્ચેના સંબંધને “સાપ અને મંગૂસ” તરીકે ગણાવે છે. લિંગ પુરાણ તો આગળ વધીને કહે છે કેજ્યાં પણ નાસ્તિકો, દંભીઓ, બૌદ્ધો અથવા જૈનો હોય ત્યાં પાખંડ હોય છે. વિધર્મી હિંદુઓની નિંદા કરવાથી બ્રાહ્મણોને મારવા કરતાં વધુ આર્થિક અર્થ થાય છે, બૌદ્ધો અને જૈનો ચોક્કસપણે ખર્ચપાત્ર છે.

આપણે સંસ્કૃત ગ્રંથોમાં વંશીય રીતે શુદ્ધ ‘આર્યાવર્ત’ ની કલ્પના જોઇ શકીએ છીએ. લાંબા સમય પહેલા લડાયેલી એક વૈચારિક લડાઈના નિશાન જે છુપાયેલા હતા.

ડીએન ઝા, તેમના પુસ્તક અગેઈન્સ્ટ ધ ગ્રેઈન: નોટ્સ ઓન આઈડેન્ટિટી, અસહિષ્ણુતા અને ઇતિહાસમાં, ખાસ કરીને પુષ્યમિત્ર શુંગા જેવા હિંદુ શાસકો દ્વારા શ્રમણો પર મોટા પાયે કરાયેલા જુલમનું વર્ણન કરીને પૂર્વ-ઈસ્લામિક ભૂતકાળની દંતકથા પર પ્રકાશ પાડે છે. જેમણે કૌશામ્બી ખાતે ઘોસીતારામ મઠને પણ બાળી નાખ્યું હતું અને સાંચી સ્તૂપમાં તોડફોડ કરી હતી.

જો કોઈને આ ઐતિહાસિક માહિતીના બૌદ્ધ અને જૈન સંસ્કૃત સ્ત્રોતો પર શંકા હોય તો હસન ત્સાંગના પ્રવાસવર્ણનો વાંચવા જેવા છે.જે જણાવે છે કે ગૌડ રાજા શશાંકે બોધગયામાં બુદ્ધના જ્ઞાનનાં સ્થળ એવા બોધિ વૃક્ષને કાપી નાખ્યું હતું. ફા-હસિનના અહેવાલો મુજબ હિંદુઓને શ્રાવસ્તી ખાતે કુષાણ બૌદ્ધ સ્થળ પર મંદિર બાંધ્યું હતું.વધુમાં, ઝાએ શોધી કાઢ્યું છે કે કેદારેશ્વર, પૂર્ણેશ્વર, અંગેશ્વર, કંતેશ્વર અને સોમેશ્વર જેવા હાલના ઘણા મંદિરો પુરીમાં અથવા મથુરામાં ભૂતેશ્વર અને ગોકર્ણેશ્વરના મંદિરો એક સમયે બૌદ્ધ ધર્મસ્થાનો હતા. જે સૂચવે છે કે ધાર્મિક સ્થળોમાં તોડફોડ સામાન્ય બાબાત હતી.

અલબત્ત, પ્રાચીન ભારતમાં તમામ પક્ષો એકબીજાને વિધર્મી માનતા હતા, અને પુરાણોમાં નરસંહારના લાભો કરતાં ઘણી વધારે વાત કરવામાં આવી હતી. પરંતુ હકીકત એ છે કે પ્રાચીન ભારત અને તેના ગ્રંથો ભાગ્યે જ ધાર્મિક સંઘર્ષથી મુક્ત હતા,જે હિંદુત્વની પ્રાથમિક વૈચારિક દલીલોમાંથી એકનો છેદ ઉડાડે છે.

જેઓ હિંદુઓની આંતરિક સહિષ્ણુતાની દલીલ કરે છે તેમના માટે તે આઘાત સમાન છે, એક વિચાર જે ફક્ત સ્વામી વિવેકાનંદના પ્રભાવ હેઠળ અને પછીથી, મહાત્મા ગાંધીના પ્રભાવ હેઠળ લોકપ્રિય થયો હતો. જ્યારે કોઈ પ્રાચીન ભારત અને ‘હિંદુ જોખમમાં છે’ તેવી રાજનીતિ અને શાસનનાં મિશ્રણને જુએ છે, ત્યારે તે પુર્વાનુભવ જેવું લાગે છે. શું આ એવો કળિયુગ હોઈ શકે જે ક્યારેય સમાપ્ત ન થાય? પરંતુ આશા છે કે, આપણા ઈતિહાસનાં એક પાસાંની ઘણીવાર અવગણના કરવામાં આવી છે કે સાંપ્રદાયિક હિંસા એ એક ભૂત છે જેણે હજારો વર્ષોથી હિંદુઓને ત્રાસ આપ્યો છે, અને આ વારસા સાથે આપણે આખરે પાઠ શીખીશું.

આપણે આપણા પોતાના ભાગ્યના ઘડનારા છીએ. આપણને અંધકારમાંથી બહાર લાવવા માટે કોઈ કલી નથી, ખાસ કરીને સફેદ દાઢી ધરાવતો કોઈ પણ નથી.

Your email address will not be published.