શહેર ક્રાઇમ બ્રાંચમાંથી તાજેતરમાં નિવૃત થયેલા એએસઆઇએ પણ રથયાત્રાનો બંદોબસ્ત કર્યો હોવાની વિગતો બહાર આવી છે. આમ સામાન્ય રીતે પોલીસકર્મી નિવૃત્ત થયા બાદ નોકરી કરતો નથી પરંતુ તેમને માનદ સેવા આપી બંદોબસ્તમાં પોલીસને મદદ રુપ થવા પ્રયાસ કર્યો હતો.
ગુજરાત પોલીસ માટે રથયાત્રા એટલે એક પરિક્ષા હોય છે કેમ કે, રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે નિકળી જાય તે જ પોલીસની ઇચ્છા હોય છે. બીજી તરફ પોલીસ ખાતામાં નોકરી કરનાર પોલીસક્રમીઓ પણ પોતાની નોકરી શાંતિ પૂર્ણ રીતે પુરી થઇ જાય તેની રાહ જોતા હોય છે અને નોકરી પૂર્ણ થવાની હોય ત્યારે કોઇ જોખમ લેવા તૈયાર થતા નથી. તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા ભરતસિંહ દોલતસિંહ વાઘેલા 1984માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. તેમને પોતાની નોકરી દરમિયાન 261 ઇનામો પણ મળ્યા છે.
તેમણે પોતાની નોકરીનો મોટો સમય એટલે 15 વર્ષ ક્રાઇમ બ્રાંચમાં કાઢ્યો હતો. તેમણે પાકિસ્તાની નાગરીક અને કથિત આઇએસઆઇ એજન્ટ ઇમરાન યુસુફ છીપા પાસેથી ગુપ્ત માહિતી મેળવી પોતાની કામગીરી બતાવી હતી. આમ તેમણે અનેક સારી કામગીરીના કારણે તેમને પ્રશંસનીય પોલીસ સેવા મેડલ પર એનાયત કરાયો હતો. બ્લાસ્ટ કેસ હોય કે, અક્ષરધામ મંદિર પર થયેલા હુમલા કેસમાં પણ તેમની કામગીરી હતી.