RSSના વડા મોહન ભાગવતના ગુજરાત પ્રવાસથી કેવી કેવી અટકળો થવા લાગી?

| Updated: September 28, 2021 4:47 pm

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત હાલ સુરતના પ્રવાસે ગયા છે. ત્યાં તેઓ ૨ દિવસ રોકાશે અને અડાજણ ખાતે આંબેડકર ભવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે રોકાણ કરશે. બે દિવસ દરમિયાન તેઓ સુરત શહેરમાં વિવિધ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારોને મળશે અને સાયન્સ સેન્ટર ખાતે તેઓ હિન્દુત્વ વિષય પર પ્રવચન આપશે.

મોહન ભાગવતના સુરત રોકાણ દરમિયાન સામાજિક અગ્રણીઓ સાથે વર્તમાન સમયના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા. સુરતના જાણીતા હીરા ઉદ્યોગકારો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ તેઓ આરએસએસ કાર્યાલય ખાતે મીટિંગ કરશે. સાયન્સ સેન્ટર ખાતે તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં કેટલાક સિલેક્ટેડ વ્યક્તિઓને જ આમંત્રિત કરાયા છે.

મોહન ભાગવતની મુલાકાતથી ભાજપ સંગઠન સક્રિય થઇ ગયું છે. મોહન ભાગવત જ્યારે પણ આ પ્રકારના પ્રવાસ કરે છે ત્યારે સ્થાનિક નગરની અંદર રાજકીય અને સામાજિક રીતે જે મહત્ત્વના મુદ્દા હોય છે તેના પર તેઓ ચર્ચા કરતા હોય છે. ત્યારે તેઓ ભાજપના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમજ ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. તેઓ રાજકીય ગતિવિધિ અંગે પણ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી શકે છે જેને લઇ ભાજપના સંગઠનમાં પણ ચહલ-પહલ દેખાવાની શરૂ થઈ ગઈ છે.

Your email address will not be published. Required fields are marked *