ગુજરાત સહિત માત્ર 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આરટીઇ એક્ટનો અમલ

| Updated: November 10, 2021 2:15 pm

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR)ના અહેવાલ મુજબ દેશમાં ગુજરાત સહિત માત્ર 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબલ્યુએસ)ના વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ ખાનગી નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં મફત પ્રવેશ આપવામાં આવે છે.

એનસીપીસીઆરએ રાઇટ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 12 (1)(સી)ના અમલીકરણ અંગેનો અહેવાલ તૈયાર કર્યો છે, જે રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) એક્ટ તરીકે વધુ જાણીતો છે. આ કલમ હેઠળ, ખાનગી શાળાઓમાં વંચિત અને નબળા વર્ગના બાળકો માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે અને આ બેઠકો પર મફત પ્રવેશ ફાળવવામાં આવે છે.

ગુજરાત ઉપરાંત આસામ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં આરટીઆઇના આરટીઇનો અમલ કરવામાં આવ્યો છે તેમ ધ પ્રિન્ટ દ્વારા મેળવવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે.

જ્યારે પશ્ચિમ બંગાળ, કેરળ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ગોવા, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, પુડુચેરી, પંજાબ, સિક્કિમ, તેલંગાણા, ત્રિપુરા, દાદરા અને નગર હવેલી, દમણ અને દિવ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આ એક્ટનો અમલ કરાયો નથી.

આરટીઈ એક્ટ ભારતમાં 6થી 14 વર્ષની વયજૂથના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની ખાતરી આપે છે. જોકે, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યંત નબળા વર્ગોમાંથી આવતાં બાળકોની સંખ્યા ઓછી છે.

અહેવાલમાં જણાવાયું છે કે, ડીજી/ઇડબલ્યુએસ કેટેગરી હેઠળના બાળકોની નોંધણી કુલ નોંધણીના માત્ર 5.4 ટકા છે, જે આરટીઇ એક્ટ, 2009 મુજબ ઓછામાં ઓછી 25 ટકા હોવી જોઈએ. રિપોર્ટમાં 2018-19ના શૈક્ષણિક વર્ષના ડેટા ટાંકવામાં આવ્યા હતા, પરંતુ એનસીપીસીઆરના અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્યારથી કશું બદલાયું નથી.

આ અહેવાલ આ વર્ષે જુલાઈમાં શિક્ષણ મંત્રાલયને નિયમના અમલીકરણ માટે નવી નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (એસઓપી) સાથે સોંપવામાં આવ્યો હતો.

શિક્ષણ મંત્રાલય આ અહેવાલનો અભ્યાસ કરી રહ્યું છે અને તેના આધારે સૂચનાઓ જારી કરશે, તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. એનસીપીસીઆરના ચેરપર્સન પ્રિયાંક કાનૂન્ગોના જણાવ્યા અનુસાર, કલમ 12(1)(સી)ના અમલીકરણમાં કેરળ સૌથી ખરાબ પ્રદર્શન કરતું રાજ્ય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને એ ખાતરી પણ નથી કે તેઓ આરટીઇની અન્ય જોગવાઈઓનું પાલન કરી રહ્યા છે કે નહીં અને મફત અને ફરજિયાત શિક્ષણ યોજના હેઠળ માત્ર ધોરણ 8ના બાળકોને સામેલ કરી રહ્યા છે. જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી તેઓ આ યોજનાને માત્ર ધોરણ 7 સુધી લંબાવી રહ્યા છે.

જોકે કેરળ સરકારે આ આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે ધોરણના વર્ગીકરણને કારણે વિસંગતતા છે. કેરળના જનરલ એજ્યુકેશનના મુખ્ય સચિવ એ.પી.એમ મોહમ્મદ હનીશે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઇડબલ્યુએસ હેઠળ પ્રવેશ આપાવમાં આવે છે, પરંતુ મારે હજુ પણ વિગતવાર સમજવા માટે અહેવાલનો અભ્યાસ કરવો પડશે.

તેમણે કહ્યું હતું કે, આ વિસંગતતા એટલા માટે સર્જાય છે કેમકે છે કેરળે ધોરણ 7ને પ્રાથમિક શાળાનું અંતિમ વર્ષ ગણ્યું છે. જયારે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ આઠમા ધોરણથી શરૂ થાય છે.

વંચિત જૂથોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો (બિન-ક્રીમી લેયર), સૂચિત જનજાતિઓ અને વિચરતી જનજાતિઓ, વિકલાંગતા/વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકો, એચઆઇવી/એઇડ્સથી પીડાતા બાળકો, શહીદ સૈનિકો/કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓના બાળકો અને પરંપરાગત સેક્સ વર્કર્સ જેવા વંચિત સમુદાયોના બાળકોનો સમાવેશ થાય છે.

નબળા વર્ગોમાં અંત્યોદય અન્ના યોજના હેઠળ નોંધાયેલા તેમજ રાજ્યની ગરીબી રેખા નીચેની યાદીમાં હોય તે પરિવારના બાળકો કે જેમની વાર્ષિક આવક યોગ્ય સરકારે નક્કી કરેલી નિર્ધારિત લઘુતમ મર્યાદા કરતા ઓછી છે.

એસઓપીમાં જણાવ્યા મુજબ માતા-પિતા કે વાલીનું મૃત્યુ થયું હોય તેવા બાળકોને ઇડબલ્યુએસ કેટેગરી હેઠળ શાળામાં મફત પ્રવેશ મળે છે.

એસઓપીમાં મીડિયા અને લોકોની મદદથી આ યોજનાને કેવી રીતે અસરકારક રીતે અમલમાં મૂકી શકાય તે વિશે પણ વાત કરવામાં આવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, સ્થાનિક વિસ્તારની એનજીઓ પ્રવેશ રેલીઓ યોજશે તેમજ તે અંગે લોકોને જાગૃત કરવા પત્રિકાઓનું વિતરણ કરશે. શાળાઓ પણ તેના નોટિસ બોર્ડ પર પ્રવેશના અંગેની તમામ માહિતી મુકશે.

Your email address will not be published. Required fields are marked *