સાળંગપુર હનુમાન મંદિરના ભક્તો આનંદોઃ 100 કરોડના ખર્ચે બનશે 1000 રૂમવાળુ ભવન

| Updated: August 4, 2022 1:11 pm

બોટાદ (#Botad) જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુવિખ્યાત સાળંગપુરના હનુમાન મંદિરમાં (#Salangpur Hanuman Temple) 100 કરોડના ખર્ચે અત્યાધુનિક હાઇટેક ભવનનું (Hightech building) નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત વી.વી.આઇ.પી. સહિતના રૂમ તેમજ હોટેલ બનાવવામાં આવશે. આમ કુલ ચાર વિંગમાં એક હજાર રૂમનું નિર્માણ કરવામાં આવશે.

ફક્ત એટલું જ નહી 40 કરોડના ખર્ચે અત્યાધુનિક અને 5000 લોકો એકસાથે ભોજન લઈ શકે તેવા રસોડાનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. હાલમાં સાળંગપુર આવતા ભક્તોને રાત્રિ રોકાણ માટે કોઈ તકલીફ ન પડે તે હેતુથી યાંત્રિક ભવનનું ગુરુવારે ખાતમૂહ્રુત કરવામાં આવ્યું છે.

સાળંગપુરમાં હનુમાનજીના દર્શને આવનારા ભક્તોની સંખ્યામાં થઈ રહેલા અવિરત વધારાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના લીધે ભોજનાલયને આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે. સાળંગપુર હનુમાનજી મંદિરની હાલની વ્યવસ્થા અથાણાવાળાનું મંડળ અવનવા પ્રોજેક્ટ હાથ ધરીને મંદિરે આવનારાઓની સુખાકારીમાં વધારો કરવાના નિત્ય નવા આયોજન હાથ ધરી રહ્યુ છે.

આ પણ વાંચોઃ બારડોલીમાં આગામી 14 થી 16 ઓગસ્ટના રોજ કૃષિ ચિંતન શિબિર યોજાશે

હાલમાં મંદિર વિભાગ દ્વારા જે ઉતારાની વ્યવસ્થા છે તેની સામે હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. ભક્તોને રાત્રિ રોકાણમાં ખૂબ જ અગવડતા પડતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આ હાઇટેક યાંત્રિક ભવનમાં એક હજાર રૂમો બનાવવામાં આવશે. તેના લીધે સાળંગપુર આવનારા ભક્તોને પછી રાત્રિ રોકાણની ચિંતા નહી રહે. તેની સાથે-સાથે તે રાત્રિ રોકાણ કરીને સવારની મંગળા આરતીનો ભાગ લઈ શકશે.

આ રાત્રિ રોકાણની સાથે-સાથે મંદિરના રસોડાનું આધુનિકીકરણ અને વિસ્તરણ થવાથી ભક્તોના ધસારાને પહોંચી વળવામાં પણ નોંધપાત્ર મદદ મળશે તેમ માનવામાં આવે છે. ગુજરાતમાં સાળંગપુરના હનુમાન જાણીતા યાત્રાધામોમાં એક છે. તેમા પણ તહેવારો દરમિયાન તો જબરજસ્ત ધસારો રહેતો હોય છે. તે સમયે મંદિરમાં ભારે ભીડ હોવા ઉપરાંત કેટલાય ભક્તો મંગળા આરતી માટે ત્યાં રાત્રિરોકાણ કરવા ઇચ્છતા હોય છે, પરંતુ અત્યાર સુધી ત્યાં આવી કોઈ સગવડ ન હોવાના લીધે તેમણે જવું પડતું હતું.

Your email address will not be published.