સફાઈ કર્મચારીની 100 ટચની ઇમાનદારીઃ કચરામાંથી સોનાનો 100 ગ્રામનો સિક્કો મળ્યો, મૂળ માલિકને પરત કર્યો

| Updated: October 19, 2021 4:43 pm

સોનાના હાલના ભાવ પ્રમાણે 100 ગ્રામના સિક્કાની કિંમત લગભગ સાડા સાત લાખ રૂપિયા થાય. આટલો કિંમતી સિક્કો ભૂલથી કચરામાં જતો રહે તો કેવી હાલત થાય?

તમિલનાડુમાં એક વ્યક્તિનો 100 ગ્રામ સોનાનો સિક્કો કચરામાં જતો રહ્યો હતો, પરંતુ એક મહિલા સફાઈ કર્મચારીની ઇમાનદારીના કારણે આ સિક્કો તેને પરત મળી ગયો છે.

ગણેશ રામન નામનો યુવાન એક કુરિયર કંપનીમાં કામ કરે છે. તેણે મહેનતના રૂપિયા ભેગા કરીને 100 ગ્રામ વજનનો સોનાનો સિક્કો ખરીદ્યો હતો. આ સિક્કો તેણે પિંક જ્વેલરી પેપરમાં વીંટાળીને પથારીની નીચે રાખ્યો હતો.

એક દિવસ અચાનક આ સિક્કો ખોવાઈ ગયો. ગણેશે પત્નીને પૂછ્યું તો તેણે કહ્યું ઘરની સફાઈ કરતી વખતે તેણે તે પેપરને કચરો સમજીને પડીકું ફેંકી દીધું હતું.

ગણેશે તરત પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ જોયા અને તે વિસ્તારમાંથી કચરો કોણ ઉપાડી ગયું હતું તેની તપાસ કરી.

આ પણ વાંચોઃ યુપીની ચૂંટણીમાં કોંગ્રેસ મહિલા ઉમેદવારોને 40 ટકા ટિકિટો ફાળવશે

પોલીસને જાણીને આશ્ચર્ય થયું કે મેરી નામની સફાઈ કર્મચારીએ આ સિક્કો પોતાના મેનેજર દ્વારા સત્તાવાળાઓને પહેલેથી પરત કરી દીધો હતો. કચરાને અલગ કરતી વખતે મેરીના હાથમાં આ સિક્કો આવ્યો હતો જે રેપરમાં વીંટળાયેલો હતો. આ રીતે ગણેશને પોતાનો સિક્કો પાછો મળી ગયો.

Your email address will not be published. Required fields are marked *