પરીક્ષા લાઈવ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી બની

| Updated: July 5, 2022 2:48 pm

જો તમારા સંતાનો સૌરાષ્ટ્ર યુનિ.માં ભણે છે તો તમે તેને પરિક્ષા દેતા લાઇવ જોઇ શકો છો.પરીક્ષા લાઈવ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે.જેના કારણે તમે તમારા સંતાનોને લાઇવ પરિક્ષા દેતા જોઇ શકશો.આ સાથે આ લાઇવ લિંક બનાવામાં આવી છે જેને કોઇ પણ જોઇ શકશે.

આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની(Saurashtra University) પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.આ ઓનલાઇન સીસીટીવીનું પ્રસારણ સોમવારના રોજ ટ્રાયલ કરવામાં આવ્યું હતું.જે સફળ થયા બાદ તેને આજના દિવસે શરૂ કરતા પરીક્ષા લાઈવ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે.મહત્વની વાત એ છે કે દેશની સાથે વિશ્વના કોઇ પણ ખૂણેથી પરીક્ષા લાઇવ પ્રસારણ જોઇ શકાશે.આ સાથે મહત્વનું એ પણ છે કે વાલીઓ કોઇ પણ એંગલથી કેમેરાના જોઇ શકશે.

આ લિંક પર લાઈવ પરીક્ષા જોઈ શકશો

https://cctv.sauuni.ac.in/College_Cameras.aspx?college=matrushree-dudhib…

https://cctv.sauuni.ac.in/

પરીક્ષા દરમિયાન જ લાઈવ જોવાશે અને પરિક્ષાના સમય સવારે 10.30થી 1.30 અને બપોરે 3.30થી 6.30 દરમિયાન પરીક્ષા છે.જે સમય દરમિયાન જોઇ શકાશે.127 પરીક્ષા કેન્દ્ર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.50 જેટલા અભ્યાસક્રમોમાં 51,955 વિદ્યાર્થીઓ હશે જેમાં 2016 માં નાપાસ થયેલ ઉમેદવારોને પણ છેલ્લી તક અપાઇ છે.

Your email address will not be published.