સૌરાષ્ટ્રના હોટ ફેવરિટ સનેડાને મળશે સબસિડી

| Updated: January 15, 2022 6:29 pm

ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે જેને લઇને હાલ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.થોડા જ સમય પહેલા જ ખેડૂતો માટે સરાકારે મોબાઇલ પર સબસિડી જાહેર કરવામાં આવી છે અને જેમાં 40 કરી દેવામાં આવી છે અને જેને લઇને ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે.અને સાથે જો વાત કરવામાં આવે પહેલા અપાતી સબસિડીની તો એમાં ખેડૂતોને સાદો ફોન માત્ર આવતો તેવી જાણકારી મળી હતી.અને હવે સરકારએ નવી જાહેરાત કરી છે કે હવે ટ્રેક્ટરની સાથે સનેડામાં પણ સબસિડી આપવામાં આવી રહી છે.ટ્રેક્ટરની સબસિડીમાં વધારો કરાયો છે અને સાથે સૌરાષ્ટ્રના સનેડામાં પણ સબસિડી પણ મળશે.

30થી 40 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરને 45 હજારના બદલે 60 હજારની સબસિડી મળશે, જ્યારે 40 હોર્સ પાવર ઉપરના ટ્રેક્ટરને 60 હજારના બદલે 75 હજારની સબસિડી મળશે તેવી હાલ માહિતી અપાઇ રહી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે યોજના અમલની તો નાણા વિભાગની મંજૂરી મળતાની સાથે જ આ યોજના અમલી કરવામાં આવશે.

ખેડૂતો ખરીદે અને ઉપયોગ કરે તે માટે સરકાર સહાય આપવાનું વિચારી રહી હોવાનું સામે આવ્યું છે.સનેડો વાહન સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુબ જ લોકપ્રિય જોવા મળે છે અને તેની સાથે મિની ટ્રેક્ટર પણ હવે સહાય મળશે.ખેડૂતોને નવા ટ્રેક્ટર ખરીદવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ 50 ટકાની સબસિડી આપવાની યોજના શરૂ કરવામાં આવી છે અને pmkisan.gov.in અને pmkisan.nic.in પર જઇ લાભ મેળવી શકશો.

Your email address will not be published. Required fields are marked *