અમરેલી જિલ્લાના સવજી ધોળકિયા, ડાયમંડની ચમકથી પણ વધુ ચમક્યા

| Updated: January 26, 2022 1:04 pm

સવજી ધોળકિયા(Savji Dholakia) ગુજરાતના અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો છે. તેમને ભણવામાં મન લાગતું ન હતું અને તેના કારણે તેઓ 13 વર્ષની ઉંમરે સવજી ધોળકિયા(Savji Dholakia) સુરત આવ્યા હતા અને નાના કારખાના સાથે જોડાઇ કામ કરવા લાગ્યા હતા

દર વર્ષેના રોજ ગણતંત્ર દિવસના અવસર પર ભારત સરકાર દ્વારા કેટલાક વિશેષ લોકોને તેમની વિશેષ કામગીરીના કારણે પદ્મ સન્માન આપાશે અને આ અંતર્ગત ત્રણ કેટેગરીમાં સન્માન આપવામાં આવે છે.પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે જેઓ દેશના નાગરિકો માટે અસાધારણ કામ કરે છે. આ વખતે પણ ભારત સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને જેમાં બિઝનેસ જગતના ઘણા દિગ્ગજ લોકોનો સમાવેશ કરવામાં આવ્યા છે

કર્મચારીઓને મોંઘી ભેટ આપવા બદલ ધોળકિયાને પદ્મશ્રીની યાદીમાં જે બિઝનેસ હસ્તીઓના નામ છે તેમાં સૌથી દિલસ્પર્શ નામ સવજીભાઈ ધોળકિયાનું જોવા મળે છે. જો કે તેઓ ખૂબ મોટા બિઝનેસમેન જોવા મળે છે પરંતુ આ વખતે તેમને સામાજિક કાર્ય માટે એવોર્ડ છે અને સવજીભાઈ ધોળકિયાએ(Savji Dholakia) તેમના કર્મચારીઓને ફ્લેટ્સ અને મર્સિડીઝ કાર ગિફ્ટ કર્યા બાદ દરેક સમાચારોની હેડલાઈન્સમાં તેઓ ચમક્યા હોવાની વાત સામે આપી હતી.

હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન સવજી ધોળકિયાએ(Savji Dholakia) 2016માં દિવાળી પર તેમના કર્મચારીઓને 400 ફ્લેટ સાથે 1260 કાર ભેટ આપવામાં આવી હતી અને તે અનૂસાર હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સમાં 5000 થી વધુ કર્મચારીઓ કામ કરતા જોવા મળે છે અને તેમની આ ખાસયિત ના કારણે અનેકો વાર તેઓ સમાચારોની હેડલાઇનમાં ચમક્યા છે અને આ સાથે તેમને જે આજ વખતે તેમને સામાજીક કાર્યોને લઇને તેમણે આ એવોર્ડ મળવા જઇ રહ્યો છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો, આપી હવામાન વિભાગે આ આગાહી

સવજી ધોળકિયાનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. તેમને ભણવામાં મન લાગતું ન હતું. 13 વર્ષની ઉંમરે સવજી સુરત આવ્યા અને નાના કારખાનામાં કામ કરવા લાગ્યા. સવજી ધોળકિયાના (Savji Dholakia) જણાવ્યા અનુસાર તેમણે લગભગ 10 વર્ષ સુધી હીરા ગ્રાઇન્ડીંગનું કામ કર્યું

તેના વિશે ઘણો અનુભવ મેળવ્યો અને પછી તેમણે તેના ઘરે કેટલાક મિત્રો સાથે મળીને હીરા ગ્રાઇન્ડીંગનું કામની શરૂઆત કરવામાં આવી અને તેની સાથે આ કામ ધીમે ધીમે આગળ વધવા લાગ્યું.5૦૦૦ શો-રૂમોમાં ક્રિષ્ણા બ્રાન્ડ ડાયમંડ જ્વેલરી જોવા મળે છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તેમની કંપનીમાં કામ કરનારા કારીગરો અને ડાયમંડ એન્જિનિયરોની એવરેજ સેલેરી 1 લાખ રૂપિયા છે

સવજીભાઈ ધોળકિયા(Savji Dholakia) સવજી કાકાના નામે ઓળખાઇ છે અને અમેરલીના દુધાળા ગામના રહેવાસી છે 1977માં 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને સુરત આવ્યા હતા અને ત્યાર બાદ તેમણે હિરાધસુના કામની શરૂઆત કરી અને તેમના પગારની જો વાત કરવામાં આવે તો તે સમયે તેમનો પગાર 169 રૂપિયા હતો અને ત્યાર બાદ થોડા સમય તેઓએ કારીગર તરીકે કામ કર્યું હતુ અને ત્યાર બાદ તેમના પિતાએ 3900 રૂપિયા કારખાનું નાખવા આપ્યા હતા તેઓનું નામ આજે ખૂબ ખ્યાતિ પામ્યું છે.

Your email address will not be published.