દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે ગૃહમંત્રી અમિત શાહે ડોર ટુ ડોર પ્રચાર બંધ કરી દીધું છે. આ સાથે તેઓએ પોતાના 25 મિનિટના કાર્યક્રમનો સમય પણ ઘટાડીને માત્ર 5 મિનિટ કરી દીધો છે. અભિયાન દરમિયાન ભીડ વધવાને કારણે, કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું હતું. જેના કારણે આ પ્રચાર બંધ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમિત શાહે યુપીના કૈરાનામાં ઘરે-ઘરે જઈને પ્રચાર કર્યો હતો, જેની વિપક્ષ સહિત સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી.
આપને જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પેમ્ફલેટના વિતરણને લઈને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપ કોરોનાનું વિતરણ કરી રહી છે. આ સાથે જ લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ અંગે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.તેથી અમિત શાહે હવે પ્રચાર દરમિયાન સાવચેતી રાખી છે અને નિર્ણય લીધો છે કે તેઓ હવે ચૂંટણી પ્રચાર માટે ડોર ટુ ડોર પ્રચાર નહીં કરે.
દેવબંદમાં ભારે ભીડને કારણે અમિત શાહે ડોર ટુ ડોર પ્રચાર બંધ કર્યો
આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગમાં ભાજપે જબરદસ્ત તાકાત લગાવી હતી. મુઝફ્ફરનગરમાં અમિત શાહે પ્રવાસની શરૂઆત પૂજા સાથે કરી હતી, ત્યારબાદ તેમનો સંવાદ કાર્યક્રમ શરૂ થયો હતો. અમિત શાહ મુઝફ્ફરનગરમાં સામાન્ય લોકોને પણ મળ્યા હતા અને ઘરે ઘરે જઈને લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન આ અભિયાને કોરોનાના નિયમોનો ભંગ થતા જોવા મળી રહ્યો હતો. લોકો સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લઘન કરતા જોવા મળી રહ્યા હતા. સહારનપુરમાં ભારે ભીડ એકઠી થઈ હતી, ત્યારબાદ અમિત શાહે પોતાનું ડોર ટુ ડોર પ્રચાર અટકાવવો પડ્યો હતો.