શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરની પત્ની મૃત હાલતમાં મળી, પોલીસને આત્મહત્યાની આશંકા

| Updated: April 18, 2022 1:50 pm

શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરની પત્ની રજની રવિવારે તેમના મુંબઈના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસને આત્મહત્યાની આશંકા છે. જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળી હતી કે રજનીએ ફાંસી લગાવી લીધી છે હતી. 

કુર્લા પૂર્વના નહેરુ નગર વિસ્તારમાં ડિગ્નિટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રજની કુડાલકરનો મૃતદેહ રાત્રે લગભગ 8.30 વાગ્યે લટકતો મળી આવ્યો હતો.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો .પોલીસે વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

આ પામ વાંચો: અમદાવાદમાં 700 TRBની જગ્યા માટે 18 હજાર લોકોએ ફોર્મ ભર્યા

 “પ્રારંભિક માહિતી મુજબ, રજનીએ  આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, કારણ હજુ સ્પષ્ટ નથી,” નેહરુ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. 

કુડાલકરનું ઘર કુર્લામાં નેહરુ નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલું છે. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ડીસીપી પોતે સ્થળ પર પહોંચ્યા હતા. આ સંબંધમાં અકસ્માત મૃત્યુ રિપોર્ટ (ADR) નોંધવામાં આવી રહ્યો છે અને કેસની તપાસ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. મંગેશ કુડાલકર કુર્લા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

Your email address will not be published.