વૈજ્ઞાનિકો દ્વારા ભયજનક સમસ્યા દર્શાવતી ઘટના ના થોડા મહિના પછી થઈ રહી છે આ ઘટના. સાઈબેરિયામાં પ્રવર્તમાન તાપમાન અને સતત રહેલા હિટવેવના કારણે ઉત્તર ધ્રુવ નું જમીન તાપમાન 48 ડિગ્રી સેન્ટિગ્રેડ પહોંચી ગયું છે.
યુરોપિયન યુનિયનની કોપરનિકસ વાતાવરણ નિયંત્રણ સેવા પ્રમાણે રશિયન ક્ષેત્રમાં ઉનાળા ના પ્રથમ દિવસે જમીન તાપમાન 35 ડિગ્રી સેન્ટિગ્રેડ ને આંબી ગયું હતું. દાવાનળ અને સામાન્ય કરતા વધારે તાપમાન થવા ના કારણે સાયબેરિયા ઘણા વર્ષોથી પરેશાન રહ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં વધતા તાપમાન અને થઈ રહેલા હીટ વેવ નું કારણ માનવ સર્જિત સંકટ છે. અને હાલમાં ફરીથી ઉત્તર ધ્રુવના સાઈબેરિયા ના ક્ષેત્રો રેકોર્ડ બ્રેક તાપમાન આ વર્ષે પણ અનુભવ કરી રહ્યા છે.
કોપરનિકસ પ્રોગ્રામના જણાવ્યા પ્રમાણે, 20 મી જૂનના રોજ સાસકયલાખ નામના ઉત્તર ધ્રુવીય શહેરે ૩૧.૯ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું જે ૧૯૩૬ થી આજ સુધી સમર સોલટીસ પહેલા, સૌથી ગરમ દિવસ રહ્યો છે.
કોપરનિકસે વધુમાં જણાવ્યું, “સાઈબેરિયા અને ખાસ કરીને રિપબ્લિક ઓફ સખા સતત હીટવેવ અનુભવી રહ્યા છે.” યુરોપિયન યુનિયન ઉપગ્રહ થકી જણાય છે કે જમીન તાપમાન હવામાન ના તાપમાન કરતા ઘણું અલગ છે જે 20 મી જૂનના રોજ, સમગ્ર સાઈબીરિયામાં 35 ડિગ્રી સેન્ટિગ્રેડ ને પાર થઈ ગયું હતું અને ઘણી જગ્યાએ ખૂબ ઊંચું તાપમાન નોંધાયું હતું, જેમકે વરખોયાંકસ માં ૪૮ ડિગ્રી સેન્ટિગ્રેડ, ગોવોરોવો માં ૪૩ ડિગ્રી સેન્ટિગ્રેડ અને સાસકયલાખ ખાતે ૩૭ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું હતું.
હીટવેવની પકડમાં આવેલા ઉત્તર ધ્રુવના સાયબેરિયા માં નોંધાયેલા તાપમાનમાં સતત થઈ રહેલા વધારાના કારણે વૈજ્ઞાનિકો ચિંતામાં પડી ગયા છે. મે મહિનામાં ઉત્તર ધ્રુવ પ્રદેશ નું તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ થી વધારે નોંધાયું છે જે વર્ષના આ સમયે ના સરેરાશ તાપમાન કરતાં ઘણું વધારે છે.
વધતા જતાં તાપમાનના કારણે બરફ અને પીગળી રહ્યું છે, જેના થકી મિથેન નામ નું વાયુ, જે પહેલા થી જ અંદર પૂરાઈ ગયું હતું તે વાતાવરણમાં પ્રસરી જવા પામે છે અને સતત વધી રહેલા વૈશ્વિક તાપમાન / ગ્લોબલ વોર્મિંગ માં વધારો કરી રહ્યું છે.