સિદસર ઉમિયા ધામમાં ખાતે રજત જયંતિ મહોત્સવ: ભૂપેન્દ્ર પટેલની રક્ત તુલા કરાઈ

| Updated: April 3, 2022 4:10 pm

ઉમિયાધામ ખાતે રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માતાજી મંદિરના રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામના લોકાર્પણ સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીની રક્ત તુલા પણ કરાઈ હતી. ‘માં નુ તેડુ’ દશાબ્દી મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન પ્રમુખ બાબુભાઈ પટેલ, અમદાવાદ સરદારધામ પ્રમુખ સેવક ગેગજીભાઈ સુતરિયા, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, મોહન કુંડારિયા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ઉમિયા માતાજીના મંદિર સિદસર ખાતે રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તેમજ નવનિર્મિત ઉમિયાધામ લોકાર્પણ સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તો દેશ વિદેશના પાટીદારો પણ હાજર રહ્યા હતા. આ સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમિયા માતાજીના ચરણોમાં શિશ નમાવી વંદન કર્યા હતા. ઉમિયા માતાજીના મંદિરના રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામના લોકાર્પણ સમારોહમાં સહભાગી થવા ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ માતાજીના આશિષ મેળવ્યા હતા. મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ માતાજીના ચરણોમાં શિશ નમાવી પ્રાથના કરી હતી. આ તકે મુખ્યમંત્રીનું તથા રાજ્ય મંત્રીનું સિદસર મંદિર ટ્રસ્ટીઓ, મહાનુભાવો તથા આગેવાનોએ સન્માન કર્યું હતું.

આ તકે હેલિપેડ ખાતે મુખ્યમંત્રીને સિદસર મંદિરના પ્રમુખ જેરામ વાસજાળીયા, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ બાબુ પટેલ, મૌલેશ પટેલ, જયેશ પટેલ, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સહિતના મહાનુભાવોએ હર્ષભેર આવકાર્યા હતાં.

Your email address will not be published.