ચીનમાંથી સંશોધનકારોને એક ‘ડ્રેગન મેન’ની ખોપરી મળી આવી છે, જે લગભગ 1.46 લાખ વર્ષ અગાઉ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હોવાનું માનવામાં આવે છે.
અસલમાં 1933માં હર્બિન પ્રાંતમાં એક મજૂરને વિચિત્ર દેખાતી માનવ ખોપરી મળી આવી હતી જે સામાન્ય કરતા ઘણી વધારે મોટી હતી. તે સમયે આ ખોપરી જાપાનીઓના હાથમાં ન જાય તે માટે તેણે ખોપરી છુપાવી દીધી. 2018માં તે મજૂરે પોતાના મૃત્યુથી થોડા દિવસ અગાઉ જ પોતાના પૌત્રને આ ખોપરી ક્યાં છુપાવી છે તેના વિશે જણાવ્યું હતું. હવે આ ખોપરી પર સંશોધન કરવામાં આવ્યું છે અને તેને ‘ડ્રેગન મેન’ નામ આપવામાં આવ્યું છે.