નાની બચત અને જંગી વળતર પીપીએફનો મુદ્રાલેખ

| Updated: August 3, 2022 4:51 pm

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (#PPF)ના વ્યાજદરો હાલમાં આકર્ષક સ્તરે છે. જો કે ઘણી બેન્કોએ તાજેતરમાં ફિકસ્ડ ડિપોઝિટ પરના દરમાં વધારો કર્યો છે. સપ્ટેમ્બર 2022ના અંતમાં ત્રિમાસિક ગાળા માટે PPFનો દર 7.1 ટકા પર નિર્ધારિત કરવામાં આવ્યો છે. વર્તમાન દરે PPFએ લાંબા ગાળા માટે વધુ એક મહત્વનું ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તે ટેક્સ બચાવવામાં મદદ કરી શકે છે અને ફિકસ્ડ રેટના લીધે બચતનું રક્ષણ કરે છે.

પીપીએફની ખાસિયત

પીપીએફમાં વાર્ષિક લઘુત્તમ અને મહત્તમ રોકાણ અનુક્રમે 500 રૂપિયા અને દોઢ લાખ છે. તેની મુદત 15 વર્ષની છે. તેના પછી તેને પાંચ વર્ષના બ્લોકમાં રિન્યુ કરી શકાય છે. જો કે ખાતુ ખોલવાના છઠ્ઠા વર્ષથી પીપીએફ ખાતામાંથી આંશિક ઉપાડની મંજૂરી છે. નાણાકીય વર્ષમાં ફક્ત એક જ વખત આંશિક ઉપાડની મંજૂરી છે અને તે પણ ખાતામાં બેલેન્સના 50 ટકા સુધી મર્યાદિત છે.

પીપીએફ વ્યાજદરો

પીપીએફમાં વ્યાજદર દર ત્રિમાસિક ધોરણે સુધારાય છે. પીપીેફ વ્યાજદર બદલાતા રહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એપ્રિલ-જુન 2019માં પીપીએફ વ્યાજદર 8 ટકા હતો. તે જાન્યુઆરી-માર્ચ 2020ના ક્વાર્ટરમાં 7.9 ટકા, એપ્રિલ-જુન 2020માં 7.1 ટકા અને એપ્રિલ-જુન 2021 ક્વાર્ટરમાં 7.1 ટકા હતો.

પીપીએફ લાંબાગાળાનો રોકાણ વિકલ્પ હોવાથી તેમા વ્યજદરની તુલના ઘણી વખત દસ વર્ષના સરકારી જી-સેક (G-Sec) સાથે કરવામાં આવે છે, પરંતુ આ ફક્ત લોકોના સંદર્ભ માટે છે. સરકારે પીપીએફ માટે કોઈપણ પ્રકારના માપદંડનો ઉલ્લેખ કર્યો નથી.

પીપીએફથી કરબચત

પીપીએફમાં યોગદાન આવકવેરા અધિનિયમ 1961ના 80સી હેઠળ કપાતને પાત્ર છે. પીપીએફ EEE સ્ટેટટસ ધરાવે છે. પીપીએફ ગણ્યાગાંઠયા ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એક છે જે સામાન્ય રીતે EEE કરવેરા દરજ્જાનો આનંદ માણે છે.  EEE અર્થ છે કે પીપીએફની ખરીદીના સમયે (જ્યારે પીપીએફમાં રકમ જમા કરાય છે), ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ હોલ્ડિંગ દરમિયાન કરમુક્તિ (80સી) ને પાત્ર છે. તેની સાથે કરમુક્ત પણ છે. તેમાથી પાકતી મુદતે ઉપાડવામા આવતુ રોકાણ પણ કરમુક્ત છે. બીજા શબ્દોમાં કહીએ તો પીપીએફમાં કરાતું રોકાણ, તેનું હોલ્ડિંગ અને તેનો ઉપાડ ત્રણેય કરમુક્ત છે.

જો યુવાનો પાસે તેમના એમ્પ્લોયર પાસેથી પીફ સ્કીમ ન હોય અથવા તો તેઓ સ્વરોજગાર ધરાવતા હોય તો પીપીએફનો લાભ લઈ શકે છે. કોઈ યુવાન વ્યક્તિ તેના પીએફ કપાત અને વીમા ચૂકવણી પછી થોડુ બેલેન્સ ધરાવતો હોય તો તે 80સીનો સંપૂર્ણ લાભ મેળવવા માટે પીપીએફમાં રોકાણ કરી શકે છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

પીપીએફમાંથી લાંબા ગાળાનું વળતર

કોઈને એમ થાય કે પીપીએફમાંથી રોકાણ પર લાંબા સમય કેટલું વળતર મળે. આ અંગેનો અનુભવ શેર કરતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે નોકરી મળી ત્યારે પ્રારંભમાં આછીપાતળી રકમ સાથે પીપીએફમાં રોકાણ કરવાનો પ્રારંભ કર્યો હતો. આ રકમ ઘણી ક્ષુલ્લુક હતી. આજે વીસ વર્ષ પછી પીપીએફમાં કરેલી રકમનું વળતર ચક્રવૃદ્ધિ વ્યાજ અને કરલાભ સાથે જોઈએ તો અત્યંત જંગી રકમ થઈ ગઈ છે. આમ નાની બચત અને જંગી વળતર તે પીપીએફનો મુદ્રાલેખ છે. ખાસ કરીને સ્વરોજગાર ધરાવતા અને પીએફ વગરની નોકરીઓ ધરાવતા લોકો માટે પીપીએફ શ્રેષ્ઠ છે.

પીપીએફમાં કોઈપણ ઉંમરે રોકાણ કરવું વ્યક્તિગગત રીતે ફાયદાકારક છે. નાની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરવાથી ભવિષ્યને સુરક્ષિત કરવામાં અનેકગણો ફાયદો થાય છે. કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં રોકાણ કરવાથી વ્યક્તિની ખર્ચ કરવાની આદતો પણ સુધરે છે. તેના જીવનની ગુણવત્તા પણ સુધરે છે.

પીપીએફમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો ચક્રવૃદ્ધિ દરનો વળતરનો છે. સરેરાશ દસ વર્ષે રોકાણ બમણું થાય છે.

જપ્તી સામે પણ રક્ષણ

આ ઉપરાંત બીજો મહત્વનો ફાયદો એ છે કે જો કોઈ વ્યક્તિએ નાણાકીય સંસ્થા કે બેન્ક પાસેથી કોઈ લોન લીધી હોય અને કોઈ કારણસર ચૂકવી ન શકે તો બેન્ક કોર્ટ દ્વારા તમામ રોકાણો, મિલકત અને અન્ય સંપત્તિ પર દાવો કરી લોનની વસૂલાત કરી શકે છે. પરંતુ પીપીએફનું એકાઉન્ટ ફ્રીઝ કરી શકતી નથી. આમ પીપીએફ એકાઉન્ટ મિલકત ટાંચમાં લેવા સામે પણ રક્ષણ ભોગવે છે.

Your email address will not be published.