સ્માર્ટ સિટી અમદાવાદને મળી આઇઓટી સંચાલિત બસો

| Updated: June 14, 2022 5:37 pm

ભારતના સૌથી ઝડપથી વિકસતા સાયન્ટિફિક અને ઇન્ડસ્ટ્રિયલ હબ પૈકીનાં એક તરીકે અમદાવાદ સ્માર્ટ સિટી મિશન માટે પસંદ કરાયેલા પ્રથમ 20 શહેરોમાંનું એક હતું. જાહેર પરિવહનના મહત્ત્વને ધ્યાનમાં રાખીને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ (એસસીએડીએલ)એ શહેરની બસ સેવાને ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમથી સાતત્યપૂર્ણ, સલામત અને ભરોસાપાત્ર બનાવવા માટે એનઈસી સાથે ભાગીદારી કરી હતી.


આઇઓટી એટલે કે ઇન્ટરનેટ ઓફ થીંગ્સ અને બીગ ડેટા એનાલિસિસ ટેકનોલોજીથી શહેરની બસ સિસ્ટમ સ્માર્ટ બનાવી શકાય છે. એસસીએડીએલના સીઈઓ રાકેશ શંકર કહે છે કે જાહેર પરિવહનમાં સુધારો કરવો એ સ્માર્ટ સિટીની સફળતા માટે જરુરી છે. તે ખર્ચાળ છે, પરંતુ આકર્ષક ભાવથી શિક્ષણ, રોજગાર અને સુરક્ષિત મુસાફરીને ઉત્તેજન મળશે.


અમદાવાદની બે મુખ્ય બસ સેવા એટલે કે બસ રેપિડ ટ્રાન્ઝિટ (બીઆરટી) અને સિટી બસ એએમટીએસ શહેરભરમાં દરરોજ એક હજાર બસો દોડાવે છે. દરરોજ આઠ લાખ લોકો તેમાં સફર કરે છે. ટિકિટના ભાવ એકંદરે ઓછો હોવા છતાં ગુણવત્તા સહિતનાં કારણોથી બસ સેવાઓનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. અગાઉની મેન્યુઅલી સંચાલિત સિસ્ટમમાં રૂટના અયોગ્ય પ્લાનિંગ, ટાઇમ ટેબલનો અભાવ, વધુ પડતો વેઇટિંગ ટાઇમ, રફ ડ્રાઇવિંગ, સ્ટોપ સ્કિપિંગ અને રોકડ કલેકશન જેવી અનેક સમસ્યા હતી.આ ઉપરાંત પારદર્શિતાના અભાવે તેના સંચાલનના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હતો અને મુસાફરોની ફરિયાદો પણ વધી હતી.


શહેરના સત્તાવાળાઓ ખર્ચ સહિતની સમસ્યાઓ દુર કરવા આઇસીટી દ્વારા અદ્યતન કેશલેસ, સોફ્ટવેર-આધારિત બસ સર્વિસ સિસ્ટમ બનાવવા માગતા હતા.એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ પરિવહન મુસાફરો માટે અનુકૂળ હોવું જોઈએ.બસ સર્વિસ પારદર્શિતા અને પ્લાનિંગ સાથે ચાલવી જોઇએ. આપણે રુટ સહિત તમામ બાબતોને સમજવાની જરૂર છે, જેથી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને નવી બસો ઉમેરી શકીએ તેમજ સર્વિસને વધુને વધુ સારી બનાવી શકીએ.

Your email address will not be published.