Sonu Sood ની બહેન માલવિકા સૂદ CM ચન્ની અને સિદ્ધુની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

| Updated: January 10, 2022 6:36 pm

પંજાબની ચૂંટણી પહેલા ફિલ્મ અભિનેતા સોનૂ સૂદની (sonu sood) બહેન માલવિકા સૂદ કોંગ્રેસમાં જોડાયા છે.અને તેઓ CM ચન્ની અને સિદ્ધુની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

આજે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ માલવિકા સૂદના ઘરે પહોંચ્યા હતા અને ત્યાર પછી તેમના દ્વારા કોંગ્રેસનું સભ્ય પદ ગ્રહણ કરવામાં આવ્યું હતું.પરંતુ નવી વાત એ હતી કે આ દરમિયાન સોનૂ સૂદ(sonu sood) હાજર રહ્યા હતા નહી.

પંજાબમાં આગામી મહિનાની 14 તારીખે ચૂંટણીનું આયોજન થવા જઇ રહ્યું છે અને આ મતદાન એક તબક્કામાં 14 ફેબ્રુઆરીએ થશે અને તેનું પરિણામ 10 માર્ચના આવશે તેવી માહિતી મળી રહી છે.અને તેની સાથે જ આગામી દિવસોમાં પંજાબના મોગાથી માલવિકા સૂદ ચૂંટણી લડી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

થોડા સમય પહેલા મિડિયા સામે સોનૂ સુદે જાણકારી આપી હતી કે તેમની બહેન માલવિકાની ચૂંટણી લડશે. અને ત્યાર બાદ પંજાબના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.માલવિકા સૂદ અભિનેતા સોનૂ સૂદની સૌથી નાની બહેન છે.અને તેની સાથે તેમણે કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને તેઓ અંગ્રેજી કોચિંગ સેન્ટર ચલાવે છે.

માલવિકાના પિતા શક્તિ સાગર સૂદનું 2016માં અને માતા સરોજબાલા સૂદનું 2007માં અવસાન થયું હતું.પોતાના માતા-પિતાની યાદમાં ભાઈ-બહેને સૂદ ચેરિટી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.

Your email address will not be published.