ઇન્વેસ્ટીગેશન સ્ટોરી: રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા જુલાઇમાં નિવૃત્ત થશે, નવા ડીજીપી ઓગસ્ટમાં ચાર્જ સંભાળશે

| Updated: April 10, 2022 10:43 pm

રાજ્યના પોલીસ વડા ક્યારે નિવૃત્ત થશે અને કેવી રીતે નવા ડીજીપી મુકાશે તે આઇપીએસ ઓફિસરો તો ઠીક પણ અનેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા નવી ગાઇડ લાઇન પ્રમાણે બે મહિના એક્સટેન્સન મેળવી જુલાઇમાં વિધિવત રીતે નિવૃત થશે. તેવામાં નવા ડીજીપી ઓગસ્ટ મહિનામાં ચાર્જ લેશે. આ નક્કી પણ દિલ્હીથી કરવામાં આવશે કે નવા ડીજીપી કોણ બનશે. રાજ્ય સરકારે તો ફક્ત નિયમ પ્રમાણે પેનલ નામ મોકલવાના રહેશે. આમ નવા આવનાર ડીજીપીને નિવૃત્તિનો સમય બે વર્ષથી ઓછો બાકી હોય તો તેમને બે વર્ષનું એક્સટેન્શન આપવાની ફરજ પડશે. છ મહિનાનો સમય બાકી હોય તે જ રાજ્યના નવા પોલીસ વડા બની શકે તે નિયમ હોવાથી તે રીતે જ પેનલમાં નામ જઇ શકે છે. આમ રાજ્ય પોલીસ વડા જુલાઇમાં નિવૃત્ત થશે અને રાજ્યને નવા પોલીસ વડા ઓગસ્ટમાં જ મળશે.

આ પણ વાંચો: ગુજરાતના આગામી DGP કોણ બનશે? જાણો અંદરની વાર્તા

1985ની બેચના આઇપીએસ ઓફિસર આશિષ ભાટિયા ઇન્વેસ્ટીગેશનમાં ખુબ જ રસ ધરાવે છે અને તેઓએ બ્લાસ્ટ સહિત અનેક કેસો પણ ઉંડાણ પૂર્વક કામ કરી તેને અંજામ સુધી પહોચાડ્યા છે. આમ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ આવતા મહિને એટલે કે મે મહિનામાં પૂર્ણ થતો હતો. તેથી તેઓ નિવૃત્ત થતાં હતા. આમ નવી ગાઇડ લાઇન અનુસાર તેઓને બે વર્ષમાં બે મહિના ખુટતા હોવાથી તેમને એક્સટેન્સન આપી દેવામાં આવ્યું છે. જોકે તેને એક રિતે એક્સટેન્સન ન કહી શકાય પરંતુ નિયમ પ્રમાણે તેમને બે વર્ષ પૂર્ણ કરવા પડે તેથી તેઓ બે મહિના વધુ રાજ્ય પોલીસ વડાના પદ પર કામ કરશે. આમ 1985ની બેચના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા નિવૃત્ત થતાં તેમની બાદ 1987ની બેચના ઓફિસર સંજય શ્રીવાસ્તવ અને તેમના પછીના અધિકારીઓનુ પેનલમાં નામ જશે.

રાજ્યના નવા ડીજીપી કેવી નક્કી થાય છે

રાજ્યના નવા ડીજીપી હવે દિલ્હીથી નક્કી થાય છે. રાજ્ય સરકાર નવા નિયમ અનુસાર રાજ્યમાં ફરજ બજાવતા 3 સિનિયર આઇપીએસ ઓફિસરના નામ નક્કી કરે છે જોકે તેમાં પણ આ અધિકારીઓને ઓછામાં ઓછા છ મહિના નિવૃતિમાં બાકી હોય તો જ પેનલમાં નામ જાય છે. આ નામની યાદીની પેનલ બનાવી તેઓ એક યાદી યુપીએસસી દિલ્હી ખાતે મોકલી આપે છે. તેમાંથી તેઓ નક્કી કરે છે કે, રાજ્યના પોલીસ વડા કોણ બનશે. આમ તેમનું નામ તેઓ રાજ્ય સરકારને મોકલી આપે અને તેઓ બાદમાં વિધીવત ચાર્જ લેતા હોય છે. તેમા પણ જો સિનિયર ઓફિસર ડેપ્યુટેશન પર બહાર ફરજ બજાવતા હોય તો અને તેમને રાજ્યના પોલીસ વડા તરીકે કામગીરી કરવી હોય તો તેમણે રાજ્યમાં પરત આવવું પડે છે અને પછી જ તેમનું નામ પેનલમાં મોકલવામાં આવે છે. આમ પેનલમાં નામ જાય તો જ તેમનું નામ ડીજીપી તરીકે પસંદગી પામી શકે છે.

પૂર્વ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘ કેમ મુખ્ય ડીજીપી ન બન્યા

અમદાવાદ શહેરના પૂર્વ પોલીસ કમિશનર એ કે સિંઘ 1985 બેંચમાં સિનિયર હતા. તેઓ હોનેસ્ટ અધિકારી અને સ્પષ્ટ નિર્મય લેનાર અધિકારી તરીકે છબી ધરાવતા હતા. પૂર્વ મુખ્ય ડીજીપી શિવાનંદ ઝાને કોરોના મહામારીના કારણે એક્સટેન્સન મળ્યું હતુ. જેથી આઇપીએસ ઓફિસર એ કે સિંઘનો નિવૃત્તીનો સમય છ મહિના કરતા ઓછો થઇ ગયો હતો. જેથી તેમને રાજ્યના મુખ્ય પોલીસ વડા બનવામાં જે છ મહિનાનો સમય હતો તે નિયમમાંથી બહાર આવી ગયા હતા. તેથી તેઓ ગુજરાત રાજ્યના પોલીસ વડા બની શક્યા ન હતા. જેથી તેમના પછી આવતા બેંચના આઇપીએસ ઓફિસર આશિષ ભાટીયાને સમય વધારે બાકી હોવાથી તેઓ પોલીસ વડા બન્યા હતા.

કોણ કોણ ન બની શક્યું પોલીસ વડા

આશરે બે વર્ષ પહેલા સિનિયર આઇપીએસ ઓફિસર શિવાનંદ ઝાને બે મહિનાનું એક્સટેન્શન મળ્યું હતુ તેના કારણે તેમના બાદમાં સિનિયર ઓફિસર તરીકે નામ ધરાવતાના એ કે સિંઘને છ મહિના કરતા ઓછો સમય રહી ગયો હતો તેથી તેઓ રાજ્ય પોલીસ વડા બની શક્યા નહી. તેમની બાદ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા બન્યા તેમને કાર્યકાળ લાંબો હોવાથી આઇપીએસ ઓફિસર ટી એસ બિસ્ટ પણ મુખ્ય ડીજીપી નહી બની શકે. જોકે તેમના પછી આઇપીએસ ઓફિસર સતિશ વર્મા પણ સમયના અભાવે નિવૃત્ત થઇ જશે.

સિનિયોરીટી પ્રમાણે યાદી મોકલાશે

આમ 1985ની બેચના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા નિવૃત્ત થતાં તેમની બાદ 1987ની બેચના ઓફિસર સંજય શ્રીવાસ્તવ અને તેમના પછીના અધિકારીઓનુ પેનલમાં નામ જશે. જોકે નવા ડીજીપીની રેસમાં પ્રથમ નંબરે સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ અને વિકાસ સહાયનુ પેનલમાં નામ આવી શકે તેમ છે. જોકે સિનિયર આઇપીસએ અતુલ કરવાલ ડેપ્યુટેશનથી પરત ગુજરાતમાં આવે તો જ તેમનું નામ પેનલમાં જઇ શકે તેમ આધારભુત સુત્રોએ જણાવ્યું હતુ અને જો તે ન આવે તો અનિલ પ્રથમનું નામ પણ પેનલમાં જઇ શકે તેમ છે.

ક્યા ક્યા રાજ્યના પોલીસ વડાને 2 વર્ષના નિયમ પ્રમાણે એક્સટેન્શન અપાયા

આધારભુત સુત્રોના જણાવ્યા અનુસાર, આશરે બે વર્ષ પહેલા એક ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી કે, રાજ્યના પોલીસ વડાને હવે બે વર્ષ માટે ફરજીયાત રાખવામાં આવશે અને તેમને બદલી શકાશે નહી. તે આધારે યુપી, મધ્યપ્રદેશ, કેરલા, તમિલનાડુ સહિતના રાજ્યોમાં પણ બે વર્ષમાં સમય ખુટતો હોય તેવા સિનિયર આઇપીએસ એટલે કે રાજ્ય પોલીસ વડાને એક્સટેન્સન આપવામાં આવ્યા છે. આમ હવે તમામ રાજ્યના પોલીસ વડાઓને 2 વર્ષમાં જેટલો સમય ખુટતો હશે તે નિયમ પ્રમાણે પૂર્ણ કરવામાં આવશે.

Your email address will not be published.